મારું ગામ મારાં ન્યુઝ

ડાંગના જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) સુરેન્દ્રભાઇ ભોયે વય નિવૃત્ત થયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગના જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી સુરેન્દ્રભાઇ ભોયે વય નિવૃત્ત થયા :

ડાંગ, આહવા: વંશ પરંપરાગત સુસંસ્કારોને કારણે બાળપણથી જ શિસ્ત, સંયમ, અને આધ્યાત્મિકતા સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા, ડાંગના જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી સુરેન્દ્રભાઇ દંગ્યાભાઈ ભોયે તા.૩૦મી એપ્રિલ, ૨૦૨૨ એ વય નિવૃત્ત થયા.

તેમના યોજાયેલા વિદાય સમારોહમા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, જરૂર પૂરતુ બોલવુ એવમ ખુબ ઓછા બોલા, અને અંતર્મુખી હોવા છતા શ્રી સુરેન્દ્રભાઈ ભોયેએ, જ્યા પણ સરકારી સેવાઓ અદા કરી છે, ત્યા તેઓ કર્મચારીઓને પરિવારના સદસ્ય માનીને રહ્યા છે તેમ જણાવ્યુ હતુ. શ્રી ભોયેની આ ભાવનાના ફળસ્વરૂપે તેઓ સર્વમા પ્રિય અને સારા અધિકારી બની રહ્યા, તેમ પણ તેમણે ઉમેર્યું હતુ. 

વાવીએ તેવુ લણીએ, એ કહેવત મુજબ  સતકર્મ અને આધ્યાત્મિકતા જેમનો અરીસો બની રહ્યો છે, તેવા શ્રી સુરેન્દ્રભાઈની પ્રભુ તરફની નિષ્ઠા, અને તેમના પૂર્વજોના આશીર્વાદ લેખે લાગ્યા છે, તેમ પણ ધારાસભ્યશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. 

વય નિવૃત્તિ બાદ પ્રભુ તેમને સારી તંદુરસ્તી અર્પવા સાથે તેઓ તેમના પસંદગીના ક્ષેત્રમા સતત કાર્યરત રહી, નવી મંજિલ તરફ આગળ વધે તેવી ભાવના પણ તેમણે વિદાય વેળાએ વ્યક્ત કરી હતી. 

મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હનવતચોંડ ગામના શ્રી એસ.ડી.ભોયેનો જન્મ તા.૧/૪/૧૯૬૪ના રોજ થયો હતો. અભ્યાસમા તેજસ્વી એવા શ્રી સુરેન્દ્રભાઈ એસ.એસ.સી. અને એચ.એસ.સી.મા સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા હતા. ત્યાર બાદ તેમણે બી.એ.ની પદવી મેળવી, પ્રથમ સીધી ભરતી હેઠળ ક્લાર્ક તરીકે પસંદગી થતા, રાજ્ય સરકારના માહિતી વિભાગમા આહવા (ડાંગ) ખાતે તા.૨૨/૧૧/૧૯૮૪ થી તા.૨૭/૧૧/૧૯૯૩ સુધી ફરજો અદા કરી હતી. બીજા ચરણમા શ્રી ભોયે સિનિયર આસિસ્ટન્ટ (હેડકલાર્ક) તરીકે આરોગ્ય ખાતામા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામરાવલ, જિ.જામનગર ખાતે તા.૧૬/૬/૧૯૯૮ સુધી ફરજ બજાવી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (અજમાયશી), ગાંધીનગર તરીકે તા.૧૮/૬/૧૯૯૮ થી તા.૨/૮/૨૦૦૦ સુધી બે વર્ષના પ્રોબેશન પિરિયડ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ  તેમણે મહુવા સુગર ફેકટરીમા ખાસ અન્વેષક (સુગર) તરીકે તા.૨૨/૧/૨૦૦૪ સુધી ફરજ બજાવી, તા. ૨૩/૧/૨૦૦૪ થી તા.૨૪/૬/૨૦૦૮ સુધી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), ડાંગ તરીકે ફરજરત રહ્યા. 

દરમિયાન ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી પરિવારો માટે ઘરે ઘર ફરી, તેમને સમજાવી ઘર આંગણે રોજી રોટી મળી રહે તે માટે સરકારશ્રીના ડેરી પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. આ કાર્યમા વસુધરા ડેરીના અધિકારીઓ સાથે, ગામડે ગામડે જઈ પ્રજાજનોને પશુપાલન વિશે જાણકારી આપવા સાથે, દૂધ મંડળીઓની રચના કરી- નોધણી પણ કરાવી. જેના ફળ સ્વરૂપે આદિવાસી દૂધ મંડળીઓના સભાદોને પૂરક રોજગારીની વિપૂલ તકો પ્રાપ્ત થઈ. 

આ ઉપરાંત તે સમયગાળા દરમિયાન જંગલ કામદાર સહકારી મંડળીઓ, સરકારશ્રીના સેલટેક્સ બાકી હોવાના કારણે બંધ હાલતમા હતી. આ અરસામા વન ટાઇમ સેલટેક્ષ સેટલમેન્ટ યોજના અમલી બની. ડાંગ જિલ્લાના નાયબ વન સંરક્ષક (ઉત્તર) અને (દક્ષિણ) તથા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર એમ આ ત્રણે અધિકારીઓના પ્રયત્નો થકી, એસ બી.આઇ.માંથી રૂપિયા એક કરોડ છયાંશી લાખની લોન, ૧૯ મંડળીઓને અપાવી આ મંડળીઓ ફરી કાર્યરત કરાવી હતી. વન ટાઈમ સેટલમેટ યોજના હેઠળ, સેલટેક્ષની સરકારશ્રીમા બાકી રકમ ભરાવી, આ મંડળીઓ, સરકારશ્રીના કરજમાંથી મુક્ત થતા, જંગલ ખાતા તરફથી જંગલકુપની કામગીરી આવી મંડળીઓને મળતા, તે ફરી કામગીરી કરતી થઈ. 

ત્યાર બાદ  શ્રી એસ.ડી.ભોયેને વર્ગ- ૧ મા બઢતી મળતા તેઓ સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ ઓફિસ, વલસાડ તરીકે તા.૨૬/૬/૨૦૦૮ થી ફરજરત રહ્યા. સાથે સાથે સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ ઓફિસ, સુરત તરીકે એક વર્ષ વધારાનો ચાર્જ પણ તેમણે વહન કર્યો. શ્રી ભોયે એ વલસાડની મૂળ ફરજો તા.૨૧/૮/૨૦૧૩ સુધી બજાવી. 

ત્યાર બાદ તેઓ જિલ્લા રજિસ્ટ્રાર (ફડચો) સુરત તરીકે તા.૨૨/૮/૨૦૧૩ થી તા.૫/૫/૨૦૧૭  સુધી ફરજ  પર રહ્યા. દરમિયાન તેમની પાસે મૂળ ફરજો ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર, તાપી અને મદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, ડાંગનો પણ વધારાનો હવાલો રહયો. તા.૬/૫/૨૦૧૭ થી તેઓ જિલ્લા રજિસ્ટ્રાર, વલસાડ તરીકે નિયુક્ત થયા. ઉપરાંત  ડાંગ જિલ્લાનો વધારાનો હવાલો પણ તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવ્યો. 

તા.૨૨/૧/૨૦૨૧ સુધી જિલ્લા રજિસ્ટ્રાર, વલસાડ તરીકેની ફરજો બાદ શ્રી ભોયે, જિલ્લા રજિસ્ટ્રાર, નવસારી તરીકે તા.૨૩/૧/૨૦૨૧થી આજ દિન એવમ વય નિવૃત્તિ સુધી આ જગ્યા ઉપર ફરજો બજાવી રહ્યા હતા. સાથે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, ડાંગ તરીકે પણ છેવટ સુધી ફરજ નીભાવી રહ્યા હતા. 

શ્રી સુરેશભાઈ ભોયે જીડીસી & એ અને એકાઉન્ટ ટેસ્ટ ની પરખમા પણ સફળ રહ્યા છે. ઉપરાંત ઉદયસિંહજી પ્રશિક્ષણ તાલીમ સંસ્થા, ગાંધીનગર ખાતે એચ.ડી.સી.એમ. ની તાલીમ પણ તેમણે સારા વર્ગમા ઉત્તીર્ણ કરી છે. 

શ્રી ભોયેએ તેમના કાર્યકાળમા કોઈ પણ વિવાદમા રહ્યા વિના, પારદર્શક વહીવટ આપી તા.૩૦/૪/૨૦૨૨ના રોજ વય નિવૃત્ત થયા છે. જેમનો વિદાય સમારંભ તાજેતરમા આહવા ખાતે યોજાઈ ગયો. જેમા ધારાસભ્યશ્રી સહિત વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ, કચેરીના કર્મચારી,/અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, તેમને શુભકામનાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है