ક્રાઈમ

ચોરી થયેલ ટેન્કર તથા ટેન્કરમા ભરેલ મુદ્દામાલ સહીત આરોપીઓને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ભરૂચ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન નજીકથી ચોરી થયેલ ટેન્કર તથા ટેન્કરમા ભરેલ મુદ્દામાલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ

ગત તા-૧૮/૧૦/૨૦૨૧ ના રોજ ભરૂચ એલ.સી.બી દ્વારા અંક્લેશ્વર તાલુકાના ખરોડ ચોકડી પાસે આવેલ હોટલ લેન્ડમાર્ક ના કંમ્પાઉન્ડ માંથી એક ટેન્કર નંબર- GJ-19-V-2625 મા ભરેલ શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી સાથે કુલ-૦૨ આરોપીઓને કુલ મુદ્દામાલ રૂ.૧૧,૦૫,૦૦૦/- સાથે ઝડપી પાડવામા આવેલ અને મુદ્દામાલ કબ્જે કરી અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવવામા આવેલ જે કબ્જે કરવામા આવેલ જવલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ને અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડની બહાર રોડની બાજુમા પાર્ક કરી મુકવામાં આવેલ હતું. જે મુદ્દામાલનું જવલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કરની તા ૨૨/૧૦/૨૦૨૧ ના રોજ વહેલી સવારના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ જે ચોરી બાબતે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરવામા આવેલ હોય ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી પિયુષ પટેલ વડોદરા રેન્જ,વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ગુનામા સંડોવાયેલ આરોપીઓ ઝડપી પાડવા તેમજ મુદ્દામાલ રીકવર કરવા સારૂ સુચનાઓ આપવામા આવેલ જે અનુસંધાને ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રીચિરાગ દેસાઇ અંક્લેશ્વર ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર શ્રી એલ.સી.બી ભરૂચ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી અંક્લેશ્વર શહેર પો.સ્ટે. તથા પોલીસ ઇન્સપેકટરશ્રી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. નાઓની અલગ-અલગ ટીમો દ્વારા ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ અને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ સી.સી.ટી.વી ના ફુટેજ આધારે તપાસ કરતા ગઇ તા ૧૮/૧૦/૨૦૨૧ ના રોજ હોટલ લેન્ડમાર્ક પાસેથી ટેન્કર સાથે પકડાયેલ આરોપી ટેન્કર માલીક અકબર અફસર શેખ તથા તેના સગીર વયના દિકરાની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાયેલ જેથી ટેન્કર માલીક અકબર અફસર શેખની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા તેના માથે દેવુ વધી ગયેલ હોય અને ટેન્કર પકડાઇ જતા મોટુ આર્થિક નુકશાન થાય તેમ હોવાથી તેના સગીર વયના દિકરા તેમજ તેના બીજા માણસો સાથે મળી પોલીસ સ્ટેશન પાસે મુકવામા આવેલ ટેન્કરની ચોરી કરાવેલ હોવાની કબુલાત કરેલ અને ટેન્કરને ખાલી કરાવવા સારૂ જલગાંવ મહારાષ્ટ્ર ખાતે મોકલેલ હોવાની હકીકત જણાવેલ જેથી તાત્કાલિક એલ.સી.બી ની ટીમને મહારાષ્ટ્ર ખાતે તપાસ અર્થે રવાના કરવામાં આવતા એલ.સી.બી ટીમ દ્વારા સઘન તપાસ કરી ગઇકાલ તા-૨૩/૧૦/૨૦૨૧ નારોજ ચોરીમા ગયેલ ટેન્કર તથા તેમા ભરેલ જવલનશીલ પ્રવાહી સહીત બે ઇસમોને હસ્તગત કરી અંક્લેશ્વર ખાતે લઇ આવી આ ગુનો કરવામા સંડોવાયેલ તમામ કુલ-૭ આરોપીઓને ચોરીમા ગયેલ સંપુર્ણ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓની વિગતઃ

(૧) અકબર અફસર શેખ રહે-કોસંબા ઇદગાહ ફળીયુ તા-માંગરોળ જી-સુરત, (૨) અબ્દુલવાહીદ 5/૦ અબ્દુલવાસીદ કુરેશી રહે.હાલ-કોસંબા તરસાડી, દાદરી તા-માંગરોળ જી-સુરત મુળ રહે-વડનેર તા-નાંદોડા જી-બુલઢાણા (3) યજ્ઞલાલ ઉર્ફે ચુન્નીલાલ 5/0 બસંતલાલ સાકેત (વર્મા) રહે.હાલ- કોસંબા, પીરામણ ગ્લાસ કંપનીની સામે ઝુપડપટ્ટીમા તા-માંગરોળ જી-સુરત મુળ રહે રામપુર તા-હડીયા થાના-ફુલપુર જી-અલ્હાબાદ (પ્રયાગરાજ) ઉત્તરપ્રદેશ (૪) નાનુરામ ભેલાલ ભીલ રહે- કોસંબા,કબીરવન તા-માંગરોળ જી-સુરત મુળ રહે- નાથીકા ખેડા તા-ભદેસર જી-ચીત્તોડગઢ રાજસ્થાન, (૫) ઝુબેર ઉર્ફે મુગલી યુસુફ શાહ રહે- ઇદગાહ ફળીયુ જુના કોસંબા તા-માંગરોળ, જી-સુરત (૬) જનકભાઇ મગનભાઇ દેસાઇ રહે- કોસંબા ડાયમંડ પ્લાઝા એપાર્ટમેન્ટ તા-માંગરોળ જી-સુરત મુળ રહે-આસ્થા તા-હાંસોટ જી-ભરૂચ (૭) કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કીશોર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

ટેન્કર નંબર- GJ-19-V-2625 કી.રૂ.૫,૦૦,૦૦૦/- તથા તેમા ભરેલ શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કુલ-૧૨૦૦૦ લીટર કી.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર:

શ્રી વી.એન.રબારી પોલીસ ઇન્સપેકટર અંક્લેશ્વર શહેર પો.સ્ટે., શ્રી જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી ભરૂચ, શ્રી પી.આર.ગઢવી ઇ/ચા. પોલીસ ઇન્સપેકટર અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. તથા શ્રી એ.એસ.ચૌહાણ પો.સ.ઇ. તેમજ શ્રી વાય,જી.ગઢવી પો.સ.ઇ એલ.સી.બી ભરૂચ તથા અંક્લેશ્વર શહેર પો.સ્ટે. અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. તેમજ એલ.સી.બી ભરૂચ ના પોલીસ કર્મચારીઓ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરવામા આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है