ક્રાઈમ

આહવાના દેવલપાડામાં ખુલ્લેઆમ જુગારનો કાળો ખેલ.!

એલસીબીના ત્રાટકામાં તીનપત્તી જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ. ૧૭ હજારથી વધુ મુદ્દામાલ જપ્ત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

આહવાના દેવલપાડામાં ખુલ્લેઆમ જુગારનો કાળો ખેલ.!

એલસીબીના ત્રાટકામાં તીનપત્તી જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ. ૧૭ હજારથી વધુ મુદ્દામાલ જપ્ત:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના શાંતિપ્રિય આહવા તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ બનતી જાય છે ત્યારે દેવલપાડા વિસ્તારમાં ખુલ્લા જાહેર રસ્તા પર જુગાર રમાતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે તડામાર કાર્યવાહી કરી તીનપત્તી જુગારમાં સંડોવાયેલા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા જુગાર, પ્રોહીબીશન તથા એન.ડી.પી.એસ. જેવા ગંભીર ગુનાઓ પર કડક નિયંત્રણ માટે આપેલી સ્પષ્ટ સૂચનાઓના પગલે, ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી સતત સક્રિય બની છે.

આ ચોંકાવનારી કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવલપાડાના મેઇન રોડ પર અચાનક છાપો મારવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પહોંચતાં જ ઓટલા ઉપર કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના અને રોકડ રકમ વડે હાર-જીતનો તીનપત્તી જુગાર રમતા ઝડપાયા હતા.

એલસીબીએ તરત જ વિસ્તાર ઘેરી લઈ પાંચેયને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા. તપાસમાં જુગાર માટે વપરાયેલ પત્તા તથા રૂ. ૧૭,૧૦૦/- રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં
(૧) નિલેશ મહેન્દ્ર લાવરે (ઉ.વ. ૩૫), માજીરપાડા, આહવા, (૨) પરેશભાઈ ઉર્ફે ભાઉ મોહન રાઉત (ઉ.વ. ૩૬), બંધારપાડા, આહવા, (૩) અનીલ પ્રવીણ મોહર (ઉ.વ. ૨૮), મિશનપાડા, આહવા (મૂળ: અત્રોલી, જી. અલીગઢ, યુ.પી.), (૪) મોયુદીન ઉર્ફે કાલુ મહમદ શેખ (ઉ.વ. ૫૧), રાણીફળીયા, આહવા અને (૫) હમીદભાઈ ઉર્ફે ભુરે વાહીદભાઈ શાહ (ઉ.વ. ૩૮), રાણીફળીયા, આહવા
નો સમાવેશ થાય છે.

આ મામલે આહવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળે ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એલસીબીની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है