
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા : કમલેશ ગાંવિત
વન અને આદિજાતિ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબની અધ્યક્ષતામા આજ રોજ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આદિવાસી ખેડૂત બંધુ ઓને જંગલ જમીનના અધિકાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ અજમલગઢ પવિત્ર ધામ ખાતે યોજાયેલ હતો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડે આવેલ ઘોડમાળ ગામ ના અજમલગઢ ખાતે વન અધિકાર 2006 અન્વયે જંગલ જમીનના 115 લાભાર્થીઓને અધિકાર પત્ર અને માપણી શીટ અર્પણ કરવામાં આવ્યા હતાં. કુદરતી સૌંદર્ય થી ભરપુર એવા અજમલગઢ વિસ્તારમાં પ્રકૃતિ ની ગોદમાં વર્ષોથી જંગલની જમીન ખેડતા આદિવાસીઓને રાજ્યની સંવેદનશીલ સરકારે કદર કરી છે.અજમલગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી લાભાર્થીઓને અધિકાર પત્રો, માપણી શીટ, ખેતીલક્ષી યોજનાઓના કિટ અજમલગઢ પ્રવાસન વન મંડળી ને મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના કલેકટર આદ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, અશોકભાઈ ધોરજીયા, મહામંત્રીઓ, પ્રયોજના વહીવટદાર, ઉત્તર દક્ષિણ ડી.એફ.ઓ, આર.એફ.ઓ, વન વિભાગની ટિમ સહિત મોટી સંખ્યામાં જંગલ જમીનના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં આજ રોજ મંત્રીશ્રીએ વાંસદા તાલુકાનાં ખાંટાઆંબા જિલ્લા પંચાયત સીટ અને વાંગણ જિલ્લા પંચાયત આમ ત્રણ જગ્યાએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા સાથે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું તેઓ એ જણાવ્યુ કે આદિવાસી મંત્રી તરીકે જવાબદારી સરકારે આપી છે ત્યારે ભુતકાળમાં છેવાડાના ગામોમાં લોકો સુધી સરકારના લાભો પહોંચી ન શકતા હતા, પરંતુ હાલમાં રાજ્ય માં ભાજપના શાસન માં જંગલ ની જમીન, પ્રધાન મંત્રી આવાસ યોજના, પ્રધાન મંત્રી સન્માન નિધી અંતર્ગત ખેડૂતોના ખાતામાં રુપિયા, તથાં વનબંધુ કલ્યાણ યોજના ના લાભો, પૈસા એક્ટ ના આદિવાસી સમાજ ખેડૂતો ને લાભો કુલ 13 લાખ એકર જેટલી જમીન ભાજપની સરકાર તરફથી આપવામાં આવી છે. આદિવાસી એ અંગ્રેજોની લડાઈ માં વધારે ભોગ આપ્યો હતો. ભાજપ ની સરકાર દ્વારા ઘર ઘર લાભો આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે આ કૉંગ્રેસની પાર્ટી અંગ્રેજ દ્વારા બનાવવામાં આવેલ પાર્ટી એમની સ્ટાઈલ પર ચાલતી હોય. આદિવાસી કયારે પણ કૉંગ્રેસ ને સ્વીકારતા નથી. કૉંગ્રેસની સરકાર માં માટી મેટલ વાળા રસ્તા અને ફળિયામાં એક બોર આપતાં હતાં. આદિવાસી સમાજ ને વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું. તેવા કૉંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા હતાં. આ સમયે વાંસદા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.