
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ રામુ ભાઈ માહલા
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર મંડળની પેટા ચૂંટણી-૨૦૨૦ સંદર્ભે
ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરે વિવિધ સમિતિઓની બેઠક યોજી :
ફલાયિંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુવિંગ ટીમ, એકાઉટીંગ ટીમ સહીત એમ.સી.એમ.સી. ના અધિકારી/કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન :
આહવા: ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર મંડળની પેટા ચૂંટણી-૨૦૨૦ સંદર્ભે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોર દ્વારા જિલ્લામાં જુદી જુદી ૨૨ જેટલી કમિટીઓની રચના કરીને, સંબંધિત અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જે મુજબ ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખતી એક્ષપેન્ડીચર મોનીટરીંગ કમિટીના નોડેલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ તેમના કાર્યક્ષેત્ર હેઠળની ફલાયિંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુવિંગ ટીમ, એકાઉંટીગ સહીત એમ.સી.એમ.સી. (મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ના ફરજરત અધિકારીઓ/કર્મચારીઓની તાકીદની બેઠક યોજી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણીની જાહેરાત થતા જ કાર્યરત સંબંધિત ટીમના અધિકારી/કર્મચારીઓ દ્વારા હાથ ધરવાની થતી કામગીરીની સુક્ષ્મ વિગતો આપતા શ્રી વઢવાણીયાએ ચૂંટણી જેવી ખુબ જ સંવેદનશીલ બાબતે વિશેષ ચોક્સાઈ સાથે કાર્યવાહી હાથ ધરી, ચૂંટણી પંચ તથા જિલ્લા ચૂંટણી તંત્રે મુકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવાનું આહ્વાન કર્યું હતું.
સંબંધિત દરેક ટીમને તેની કામગીરી સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોઈ તો તુર્ત જ તેમનો સંપર્ક સાધવાની અપીલ કરતા માર્ગ ઉપર વાહન ચેકિંગ સમયે વાહનચાલકો, પરિવારોને બિનજરૂરી કનડગત ન થાય તેની કાળજી લેવાની સુચના આપતા શ્રી એચ.કે.વઢવાણીયાએ ફરજરત અધિકારી/કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને, તેમની કામગીરી કોઈ પણ જાતની ક્ષતિ વિના સંપન્ન કરવાની પણ હિમાયત કરી હતી.
બેઠકમાં એમ.સી.સી. (આદર્શ આચાર સંહિતા)ના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ ઉપયોગી જાણકારી પૂરી પાડી, દરેક ટીમ મેમ્બર્સને પરસ્પર સંકલન અને સહયોગ સાથે તેમની કામગીરી હાથ ધરવાની અપીલ કરી હતી.
ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડમા યોજાયેલી આ બેઠકમાં આસીસ્ટંટ એક્ષપેન્ડીર ઓબ્ઝર્વર એવા લીડ બેંક મેનેજર શ્રી રાજેન્દ્ર પટેલ સહીત જુદી જુદી ટીમના લીડર અને મેમ્બર વિગેરેએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.