
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ગુજરાત થી દિલ્હી મુલાકાતે પ્રતિનિધિ મંડળ ગતરોજ સહકાર અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી તથા જળ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સાથે મુલાકાત કરી પાર તાપી નર્મદા રિવર લિંક પરીયોજના બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી,
પાર તાપી- નર્મદા રિવર લિંક યોજના બાબતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબની આગેવાનીમા ગુજરાતના તમામ અનુસૂચિત જનજાતિ સમાજના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ સહકાર અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી તથા જળ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સાથે પાર તાપી નર્મદા રિવર લિંક પરીયોજના બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને મળેલી બેઠક બાદ કેન્દ્ર સરકારશ્રી દ્વારા આ યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો,
ડાંગ જીલ્લા ભાજપા પરિવાર દ્વારા આ નિર્ણય ને વધાવી લેવામાં આવ્યો હતો, અને આદિવાસી સમાજમાં આનંદની લાગણીઓ ફરી વળી હતી,
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પણ આ પરિયોજના બાબતે સંમતિ જરૂરી હતી,
પ્રોજેક્ટને લઈને ગુજરાત સરકારના મંત્રીશ્રી ઓ દ્વારા અને પાર્ટી પ્રમુખશ્રી દ્વારા પહેલાં પણ અનેક નિવેદનો આપવામાં આવ્યા હતાં, ગુજરાતની સંવેદનસિલ સરકારે અગાઉ પણ સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પરીયોજના બાબતે આદિવાસી સમાજ સાથે છીએ અને કોઈપણ વિસ્થાપિત કરાશે નહિ જેવાં નિવેદનો આપવામાં આવ્યા હતાં,
અગાઉ પણ કોંગ્રેસ દ્વારા વિસ્થાપિત થવા મુદ્દે જુઠાણું ફેલાવવાનો આક્ષેપ પક્ષના જવાબદાર પ્રતિનિધિઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો,
હવે જોવું રહયું પાર તાપી નર્મદા રિવર લિંક પરીયોજના સ્થગિત કરવા બાબતે જાહેરાત કરવામાં આવતા જલ્દી થી સરકાર આ યોજના રદ કરવાની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે,
પાર તાપી નર્મદા રિવર લિંક પરીયોજના સ્થગિત કરવા બાબતે જાહેરાત કરવામાં આવતા જેને ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના આગેવાનો આહવા ખાતે જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાવિત, હરિરામ સાવંત, ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, આહવા મંડલ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, આહવા સરપંચ હરિચંદ ભોયે, અનુસૂચિત મોરચા પ્રમુખ પ્રવીણભાઈ આહીરે, ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી, યુવા મોરચાના મહામંત્રી આઝાદસિંઘ બઘેલ, આહવા તાલુકાના મહામંત્રી સતિષભાઈ સેદાણે, વિશ્વનાથભાઈ મહાલે, જીગરભાઈ પટેલ, તાલુકાપંચાયતના ઉપપ્રમુખ દેવરામભાઈ જાદવ, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દીપકભાઈ પીપળે ઉપસ્થિત સ્થગિત કરવાના નિર્ણય ને આવકારે છે. અને વડાપ્રધાનશ્રી ના આદિવાસીઓ હિતેચ્છુ નિર્ણય માટે હાથમાં પોસ્ટર લઈને આભાર વ્યક્ત કર્યો હતો.