વિશેષ મુલાકાત

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા તાપી જિલ્લાની માતાઓ બની ચિંતા મુક્ત:

જિલ્લાની ૪૦૬૦ માતાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૪૧ લાખથી વધુની સહાય આપવામા આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સાફલ્યગાથા:

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા તાપી જિલ્લાની માતાઓ બની ચિંતા મુક્ત:

તાપી જિલ્લાની ૪૦૬૦ માતાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કુલ ૪૧ લાખથી વધુની સહાય આપવામા આવી છે, 

વ્યારા-તાપી : છેવાડાના લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં તેમજ ખુશાલી લાવવામાં રાજ્ય સરકાર અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. માતા અને બહેનો માટે સતત ચિંતીત અને મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આજે રાજ્ય અને દેશમાં મહિલાઓ ખરેખર શક્તિ સ્વરૂપા બની રહી છે.
આરોગ્ય વિભાગ હસ્ત વિવિધ યોજનાઓએ લોકોના જીવનને સુરક્ષા પ્રદાન કરવાની સાથે સાથે આરોગ્યલક્ષી ખર્ચ અંગે ચિંતા મુક્ત બનાવ્યા છે. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો હેતું પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં આરામ અને બાળકનું યોગ્ય લાલન પાલન કરે એ હેતુસર મહિલાને સરકારશ્રી દ્વારા નાણાં સહાય રૂપે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
તાપી જિલ્લામાં ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ લીધેલ વાલોડ તાલુકાની બુહારી ગામના લાભાર્થી બહેન- મોહિનીબેન પરીમલભાઇ પટેલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, ઘરની પરિસ્થિતી આર્થીક રીતે સારી ન હોવાના કારણે ગર્ભાવસ્થા દરમિયાન મને થોડી ચિંતા રહેતી હતી. પરંતું આરોગ્ય વિભાગ દ્વારા મને ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ અંગે જાણકરી મળતા મે આ યોજનામાં નોંધણી કરાવી હતી. આ યોજના દ્વારા મળતા નાણાથી મને પોષણયુક્ત આહાર લેવા માટે નાણાની સહાય મળતા હું ચિંતા મુક્ત બની હતી. સગર્ભાવસ્થાની નોંધણી કરાવી ત્યારે એક હાજર રૂપિયા, ૬ માસની તપાસ બાદ બે હજાર અને બાળકના જન્મ બાદ રસીકરણની પ્રથમ સાયકલ પુરી કર્યા બાદ બે હજાર આમ મને કુલ-૦૫ હજારની સહાય ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ મળી છે. આ યોજનાથી મને લાભ થયો છે અને ખુશ છું. આ માટે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની હું આભારી છું.”
અત્રે ઉલ્લેખનિય છે કે, ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા માતઓને નક્કી કરેલ માર્ગદર્શિકા પ્રમાણે રૂ।.૫૦૦૦/- ની રકમ ત્રણ તબક્કામાં એટલે કે પહેલા તબક્કામાં ૧૦૦૦/- બીજા તબક્કામાં ૨૦૦૦/- અને ત્રીજા તબક્કામાં ૨૦૦૦/- ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો સગર્ભાવસ્થાની આગોતરી નોંધણી કરાવ્યા બાદ એટલે કે ૧૫૦ દિવસમાં મળે છે. બીજો હપ્તો ઓછોમાં ઓછી એક પુર્વ પ્રતિ તપાસ એટલે કે સગર્ભાવસ્થાનાં છ મહિના પછી અને ત્રીજો હપ્તો ૧૪ અઠવાડિયા સુધીની રસીઓની પ્રથમ સાયકલ પુર્ણ કરાવ્યા બાદ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ મળે છે. આ યોજનાનો લાભ તમામ APL BPL લાભાર્થીને મળવાપાત્ર છે.
સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને રોકડમાં મજૂરી જેટલાં નાણાં મળી જવાથી તેને જરૂરી આરામ પણ મળી રહે છે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે છે. રાજ્ય સરકારના માતાઓ અને બાળકોને સુરક્ષિત કરવાના અભિગમથી આજે અનેક મહિલાઓને લાભ મળી રહ્યો છે. તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કુલ-૪૦૬૦ માતાઓને કુલ- રૂ. ૪૧,૩૪,૦૦૦ની સહાય આપવામાં આવી છે. આજે તાપી જિલ્લા સહિત ગુજરાતની દરેક સગર્ભા માતાના મુખ પર સ્મિત જોવા મળે છે. કારણ સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી ઉત્તમ સારવારની સાથે બાળકના ઉછેર માટે સારી સહાય મળી રહી છે. આમ, તાપી જિલ્લાની દરેક માતાઓ અને બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है