Uncategorizedદક્ષિણ ગુજરાત

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારોમાં જનરલ બેઠકો ફાળવાતા આદિવાસી સમાજમાં આક્રોશ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ  ઉમરપાડા,   રઘુવીર વસાવા

સુરત : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારોમાં જનરલ બેઠકો ફાળવાતા આદિવાસી સમાજમાં આક્રોશ…

અગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી ની બેઠકોની ફાળવણી કરતું જાહેરનામું રાજય ચૂંટણી આયોગે જાહેર કરતા સુરત જિલ્લામાં જે પ્રમાણે જિલ્લા પંચાયતની બેઠકો ફળવાઇ છે,  તેમાં મહત્તમ આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગની બેઠક જનરલ જાહેર થતાં જ આદિવાસી વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે,  ખાસ કરીને યુવા વર્ગમાં જબરજસ્ત આક્રોશ જોવા મળે છે, જિલ્લા માં જે તાલુકામાં ૭૫ થી ૮૦ ટકા આદિવાસી મતદારો છે, તે વિસ્તારની બેઠકો જિલ્લા પંચાયત ના ઉમેદવારો માટે જનરલ કરી દેવાતા ભારે રોષ ફાટ્યો છે…
ઉમરપાડા તાલુકાની 33 વાડી બેઠક (સામાન્ય સ્ત્રી ) ફાળવી દેવાતા આદિવાસી સમાજમાં ખૂબ જ નારાજગી જોવા મળે છે,  આ જિલ્લા પંચાયતના મતવિસ્તારમાં વાડી તાલુકા પંચાયતમાં ૪૦૦૦ મતદારો આદિવાસી છે,  નસારપુર તાલુકા પંચાયતમા ૪૨૦૦ મતદાર આદિવાસી, સરવણ ફોકડી તાલુકા પંચાયતમા ૪૦૦૦ મતદાર કેવડી તાલુકા પંચાયતમાં ૪૮૦૦ મતદાર ,બલાલકુવા તા.પંચાયતમાં ૩૮૦૦ મતદાર,ઉમરખાડી તા.પંચાયતમા ૩૯૦૦ મતદાર, ઉચવાણ તા. પચાયતમા ૧૫૦૦ મતદાર ,ઉંમરઝર તાલુકા પંચાયત ૪૧૦૦ મતદાર આદિવાસીઓ હોય આમ અંદાજીત ૩૨૦૦૦ આદિવાસી મતદાર છે,ત્યા કુલ મતદાનમાંથી ૫% પણ સામાન્ય મતદાન નથી, ત્યાં વાડી જિલ્લા પંચાયત સામાન્ય સ્ત્રી બેઠક ફાળવતા હરિશ વસાવા ઍ સખત શબ્દોમાં વખોડી કાઢયો છે. અને આદિજાતિ અનામત સ્ત્રી અથવા પુરુષ શીટની માંગણી કરી છે,  તેવી જ રીતે માંગરોળ તાલુકાની ઝખવાવ સીટ (સા.શે.પછાતવગૅ ) ને ફાળવી દેવાતા  માગરોળ તાલુકામાં પણ ભારે રોષ આદિવાસીઓમાં ફાટી નીકળ્યો છે, આમ આદિવાસી વિસ્તારની બેઠકો જનરલ વગઁ માટે ફળવાતા ભારે નારાજગી નું વાતાવરણ જોવા મળી રહ્યું છે,  જેમાં ટ્રાયબલ વિસ્તારની એસટી આદિવાસીની સીટો રિઝર્વ હતી તે આ નવા સિમાંકન મા બિંન અનામત સામાન્ય કરી દેવામાં આવેલ છે,  જેનાથી આદિવાસીઓના અધિકાર સમાપ્ત થઈ જશે,  પેસા એકટ કાયદાનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે,  અમારી રજૂઆત સરકારશ્રી મા પહોંચડાવા અમારી નમ્ર અપીલ છે….. આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા  કલેકટરશ્રી સુરત ને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હરિશ વસાવા, રામસિંગભાઈ વસાવા,  નટવરસિંહ વસાવા હિરાલાલભાઇ વસાવા સહીત અનેક

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है