
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશ ચૌધરી
માંગરોળ: કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી હત્યાનો પડઘો, માંગરોળ તાલુકામાં પડ્યો: આંબેડકર ફાઉન્ડેશન તરફથી માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગત તારીખ ૨૫ મી સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લાના રાપર ખાતે વકીલ મંડળના પ્રમુખ રહી ચૂકેલા એવા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તારીખ ૨૫ મી ના સાંજના સમયે હત્યા કરવામાં આવી હતી, આ એડવોકેટ ડો. આંબેડકર સાહેબની વિચાર ધરાવતા હતા, આ હત્યાનો પડઘો માંગરોળ તાલુકામાં પડ્યો છે, આ પ્રશ્ને આજે તારીખ ૨૮ મી સપ્ટેમ્બરના ડો.ભીમસાહેબ આંબેડકર ફાઉન્ડેશન તરફથી ઉપરોક્ત વિગતો ધરાવતું આવેદનપત્ર માંગરોળના મામલતદારને આપવામાં આવ્યું છે, આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરનારા જાતિવાદીઓની તત્કાલ ધરપકડ કરવામાં આવે અને કાયદાકીય રીતે એમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે એવી કાર્યવાહી કરવા માંગ કરી છે, આ આવેદનપત્ર રાજ્યના રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલું હોય રાજ્યપાલશ્રીને પોહચાડી દેવા વિનંતી કરી છે.