Site icon Gramin Today

વાંકલ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન હટાવાયું 1જુન થી સવારે 6 થી સાંજના 7:30 બજાર ખુલ્લું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ  કરૂણેશ ચૌધરી

વાંકલ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન હટાવાયું 1જુન થી સવારે 6 થી સાંજના 7:30 સુધી બજાર ખુલ્લું રહેશે.

 માંગરોળ તાલુકાની વાંકલ ગ્રામ પંચાયતે લોક ડાઉન હટાવવાનો નિર્ણય કરતા તારીખ 1 લી જૂનથી સવારે 6:00 થી સાંજના 7:30 કલાક સુધી ગામના બજારની તમામ દુકાનો ખુલ્લી રહેશે: 

કોરોના મહામારીને લઈ છેલ્લા દોઢ માસથી વાંકલ ગ્રામ પંચાયત દ્વારા વાંકલ ગામ ને લોક ડાઉન કરવામાં આવ્યું હતું હાલમાં પરિસ્થિતિ સુધારા પર હોવાથી ગામના સરપંચ ભરતભાઈ વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો એ ગ્રામજનો અને વેપારી મંડળ સાથે સંકલન કરી વાંકલ ગામ નું લોક ડાઉન હટાવવાનો નિર્ણય કર્યો હતો તારીખ ૧લી જુન થી ગામની તમામ દુકાનો સાંજે 7:30 સુધી ખુલ્લી રહેશે પરંતુ આ સમય દરમિયાન માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે નિયમોનું સરકાર ની ગાઈડ લાઈન મુજબ કડકપણે પાલન કરવાનુ રહેશે તેમજ હાલમાં રાત્રી કરર્ફ્યુ ચાલી રહ્યો હોવાથી ગ્રામજનોને કર્ફ્યુનો અમલ કરવા અનુરોધ કરાયો છે સરપંચ શ્રી ભરતભાઈ વસાવાએ ગ્રામ પંચાયત ને લોકડાઉન માં સહકાર આપવા બદલ ગ્રામજનો અને વેપારી મંડળનો આભાર માન્યો હતો.

Exit mobile version