શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે અનુસંધાને પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી પકડવા સારૂ તેમજ ફરાર કેદી/આરોપી પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે ભરૂચ શહેર બી ડિવિ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૧૨૨૦૧૦૮૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૫ જીપી એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના કામે નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળતા ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ કાચા કામના આરોપી : સતીષભાઇ ઠાકોરભાઇ વસાવા રહે. તાડીયા, ભાથીજી મંદિર પાસે તા-જી.ભરૂચનાને COVID-19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર ચીફ જ્યુડી મેજી કોર્ટ ભરૂચ દ્વારા તા. ૧૩/૧૧/૨૦૨૦ નારોજ ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ જે આરોપીને તા. ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજરોજ તા. ૧૬/૦૧/૨૦૨૧ નારોજ તેના ઘર તાડીયા તા.જી.ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર બી ડિવિ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેંન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો.અનિલભાઇ દિતાભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.