શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ઝાંક ગામેથી કુલ કિં.રૂ.૨૮,૦૨૦/-નો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ;
જીલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર નાઓએ પ્રોહીબીસન જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.પી.ચૌધરી ના સુપરવિઝન હેઠળ પોલિસ સબ ઇનસ્પેકર સુ.શ્રી એચ.વી.તડવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એ.એન.પરમાર તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન અમલદાર હેડ કોન્સટેબલ મહેન્દ્રભાઇ નટવરભાઇ ને મળેલ બાતમીના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે ઝાંક ગામે તુમડા ફળીયાના માટલી ડુંગરની નીચેના ભાગે કોતરમાં આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ચાર ઈસમો કિશનભાઇ ગંભીરભાઇ વસાવા ઝાંક, ઇશ્વરભાઇ ઉર્ફે મોન્ટુ ગંભીરભાઇ વસાવા, ચેતનભાઇ સુરજીભાઇ વસાવા રહેવાસી તાબદા મોવડી ફળીયું, જીતેન્દ્રભાઇ ઇશ્વરભાઇ વસાવા તુમડા ફળીયું ના રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલા અને પકડાયેલ ઈસમો પાસેથી ચલણી નોટો મળી રોકડા કુલ રૂ.૧૨,૨૨૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રોક્ડ રકમ રૂ.૮૦૦/ મળી કુલ રોક્ડ રૂ.૧૩,૦૨૦/- તેમજ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ GJ-22-N-0323 ની કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૮,૦૨૦/- ના જુગારના મુદામાલ સાથે મળી તમામ ઈસમો વિરુધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.