Site icon Gramin Today

ખટામ ગામમાં બોલેરો મેક્સ પીકઅપ અને મોટરસાઇકલ સવાર બે યુવાનોના દુઃખદ મરણ:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ખટામ ગામના વળાંક પાસે બોલેરો મેક્સ પીકઅપ અને મોટરસાઇકલ સવાર બે આશાસ્પદ યુવાનોના જીવ લીધાં;

પોલીસ સૂત્રો મુજબ તારીખ 23-5-2021 રવિવારના રોજ સવારે આશરે 10:45 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. 

 ઘટના એ રીતે થઈ હતી કે બોલેરો મેક્સ પિકઅપ ગાડી નંબર MH-39-C-8923નો ચાલક પુર ઝડપે અને ગફલભરી રીતે વાહન હંકારી લાવી સામેથી આવતી મોટરસાઇકલ નંબર GJ-22-J-7730 ને અથાડી ને ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. મોટરસાયકલ પર સવાર માથાસર ઉપલા ફડિયા ગામના યુવાન અનિલભાઈ પુનિયાભાઈ વસાવા ઉંમર વર્ષ .18 અને સુનિલભાઈ મંગાભાઈ વસાવા ઉંમર વર્ષ 17 આ બંન્ને ને ગંભીર ઈજાઓ પોહચતા તેઓનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. 

 ઘટના અંગે પુનિયાભાઈ બિડાભાઈ વસાવાએ બોલેરો મેક્સ પીકપ ના ચાલક વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version