Site icon Gramin Today

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક ડૉ. ટી.એમ.ઓનકારના જન્મદિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક ડૉ. ટી.એમ.ઓનકારે પોતાની જન્મદિવસની ઉજવણી બાળકો સાથે કરી:

સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા અનેકો એ આપી જન્મદિવસ ની શુભકામનાઓ…

નર્મદા- ભરૂચ જિલ્લા બોર્ડની સમગ્ર ટીમ દ્વારા જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવામાં આવી;

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક શ્રી. ડૉ.ટી.એમ.ઓનકરે પોતાનો જન્મ દિવસ પોતાની ફેઈથ કલવરી ઇંગ્લિશ મીડિયમ શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફ સાથે તેમજ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં હોદેદારો સાથે ઉજવણી કરી હતી.

અનેક માહનુભવોની ઉપસ્થિતી માં આજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાપી થી બિશપ રુસ્તમ ગાંવિત, પા. શીલાશ ગામીત, બહુચર્ચિત એવાં અગ્રણી વિષ્ણુ ગામીત ની  હાજરી માં બાળકો દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરાયો હતો. 

ડૉ.ટી.એમ.ઓનકાર દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી નાં પ્રસંગે શાળાના બાળકો સાથે પરમ કૃપાળુ પરમાત્મા ની પ્રાર્થના તેમજ કાર્યક્રમો કરી બાળકોને ચોકલેટ તેમજ કેક તેમજ નાસ્તાની વહેચણી કરી  જન્મ દિવસની ઉજવણી કરતા શાળા પરિવારે તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ની ટીમે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ જન્મદિવસ ઉજવણીના પ્રસંગે IHRPC નાં સેક્રેટરી હરશુખ દેલવાડીયા, ટ્રેઝરર ડૉ.હીનાબેન, નેશનલ મેનેજર.નિહાલખાન, નેશનલ એકઝી.પ્રેસિડેન્ટ ડૉ.બિશપ સંદીપ રજવાડી, ગુજરાત રાજય મહિલા પ્રમુખ ઉર્મિલાબેન ભગત, ડૉ.નટવરસિંહ ગોહિલ, નર્મદા ડાયરેક્ટર સર્જન વસાવા તેમજ ihrpc નાં અનેક હોદેદારો, શાળા નો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યો હતો.

Exit mobile version