Site icon Gramin Today

સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજનાનો લાભ મેળવવા ઇચ્છનાર મેડલ વિજેતા ખેલાડીઓ જોગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુ માહલા

સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજનાનો લાભ મેળવવા ઇચ્છનાર રાજ્ય કક્ષા, રાષ્ટ્ર કક્ષા, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ જોગ:

આહવા: તા: ૧૪: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો, ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના-૨૦૨૦/૨૧ અંતર્ગત તમામ જિલ્લાઓમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવે છે.

ડાંગ જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના-૨૦૨૦/૨૧ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ, આહવા, જિ.ડાંગ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સેન્ટર ખાતે જિલ્લાના રાજ્ય, રાષ્ટ્ર, તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા ખેલાડીઓ/રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી, અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોઈ તે રમતવીરોને આ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ, નંબર, સરનામું, મોબાઈલ નંબર, ઈ.મેઈલ તેમજ શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, મેળવેલ સિધ્ધિઓની માહિતી આપવાની રહેશે.

આ સેન્ટર ખેલાડીઓ/રમતવીરોને નોકરી મેળવવા માટે જાહેરાતને અનુરૂપ માર્ગદર્શન આપશે, અને મદદરૂપ થશે. જેથી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ/રમતવીરો આ યોજનાનો લાભ મેળવે તે માટે અનુરોધ કરવામાં આવે છે.

આથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજનાનો લાભ મેળવવા ઇચ્છનાર રાજ્ય કક્ષા, રાષ્ટ્ર કક્ષા, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓએ આ માહિતી માટેના ફોર્મ જિલ્લા રમતગમત કચેરી ખાતેથી મેળવીને દિન-૨માં ભરીને, કચેરી ખાતે પરત જમા કરવા માટે જિલ્લા રમતગમત અધિકારી, આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version