Site icon Gramin Today

વરસાદના આગમન થી માલસામોટ પાસે આવેલા નિનાઇ ધોધનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જીલ્લાના માલસામોટ પાસે આવેલા નિનાઇ ધોધ નું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું;

જંગલ વિસ્તારમાં સારો વરસાદ થતા ધોધ અને નદીઓ કે ઝરણાંઓ ફરી જીવંત થઇ ખળ ખળ વહેવા લાગ્યા;

ડેડીયાપાડા તાલુકામાં સગાઈ રેન્જ માં આવેલો નિનાઇ ધોધ વરસાદી માહોલ બનતા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ઉપરવાસમાં તેમજ આસપાસ ના જંગલ વિસ્તારમાં વરસાદ વરસતાં કુદરતી પાણીનો ધોધ વહેતો થતા પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

તાલુકા મથક ડેડીયાપાડાથી 35 કિ.મિ દૂર પ્રવાસન સ્થળ માલસમોટ નજીક આવેલો નિનાઇ ધોધ 60 ફૂટ ની ઊંચાઈએ થી પડતા આ કુદરતી પાણીના ધોધને જોવા માટે દૂર દૂર થી પ્રવાસીઓ ઉમટી પડે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી પ્રવાસીઓ અહીં વિકેન્ડ દરમ્યાન આવી ધોધની મુલાકાતે લેતાં અને આહલાદક  કુદરતી સોંદર્યનો લાહવો માણતા  હોય છે. હાલ વરસાદી માહોલ હોય તેમજ મેઘરાજા મન મૂકીને વરસતાં ધોધની આસપાસ અદભુત નજારો જોવા મળી રહે  છે.

Exit mobile version