શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
મોરબીમાં ડાંગનો ડંકો: લિંગા પ્રાથમિક શાળા રાજ્યકક્ષાએ લોકનૃત્યમાં પ્રથમ!
દિનકર બંગાળ, આહવા : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરની યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ ૨૦૨૫-૨૬નું આયોજન મોરબી ખાતે વેદાંત ગ્લોબલ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.
આ રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી ખાતે યોજાયેલી લોકનૃત્ય સ્પર્ધામાં ડાંગ જિલ્લાના લિંગા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગામ તેમજ ડાંગ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે.
રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં લિંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવતાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તેમજ ડાંગ જિલ્લા શિક્ષણ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

