ભારતે આજે 47 રનમાં 6 વિકેટ ગુમાવી, સાઉથીએ 5 અને બોલ્ટે 4 વિકેટ લીધી
ભારત બીજી ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થયું છે. કિવિઝે પ્રથમ દાવમાં 348 રન કર્યા હતા અને તેમને 183 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ટિમ સાઉથીએ 5 અને ટ્રેન્ટ બોલ્ટે 4 વિકેટ લીધી હતી. ભારત માટે મયંક અગ્રવાલે કરિયરની ચોથી ફિફટી ફટકારતા 99 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. અજિંક્ય રહાણેએ 29 અને ઋષભ પંતે 25 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો ન હતો.
ભારતની વિકેટ આ રીતે પડી હતી:
1) પૃથ્વી શો 14 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં શોર્ટ બેકવર્ડ સ્કવેર લેગ પર લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. લેથમે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને સારો કેચ કર્યો હતો. (27-1)
2) ચેતેશ્વર પુજારા ટી બ્રેક પહેલાના અંતિમ બોલે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં 11 રને બોલ્ડ થયો હતો. બોલ્ટે રાઉન્ડ ધ વિકેટથી ચોથા સ્ટમ્પની લાઈનમાં બોલ પિચ કરાવ્યો હતો. જે એન્ગલ સાથે અંદર આવ્યો . પુજારાએ બોલને લિવ કરતા બોલ્ડ થયો હતો. (78-2)
3) મયંક અગ્રવાલ ટિમ સાઉથીની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (96-3)
4) વિરાટ કોહલી 19 રને ટ્રેન્ટ બોલ્ટના રાઉન્ડ ધ વિકેટથી નાખેલા શોટ બોલને પુલ કરવા જતા કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (113-4)
5) અજિંક્ય રહાણે 29 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (148-5)
6) હનુમા વિહારી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો હતો.(148-6)
7) રવિચંદ્રન અશ્વિન 4 રને ટિમ સાઉથીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (162-7)
8) ઇશાંત શર્મા 12 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (189-8)
9) પંત સાઉથીની બોલિંગમાં 25 રને ફાઈન લેગ પર બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. (191-9)
10) બુમરાહ શૂન્ય રને સાઉથીની બોલિંગમાં મિચેલ દ્વારા કેચ આઉટ થયો હતો. (191-10)
viagra dosing instructions
https://buysildenshop.com/ – viagra online without prescription
Cialis
http://buytadalafshop.com/ – buy cialis and viagra online