Site icon Gramin Today

ધાટોલીની આદિવાસી દીકરીએ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લાનુ નામ રોશન કર્યું: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડાનાં ધાટોલીની આદિવાસી દીકરીએ ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ  બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહીત ગામનું  નામ રોશન કર્યું: 

નર્મદા જિલ્લા ની દેડીયાપાડાનાં ગામ ધાટોલીની આદિવાસી દીકરી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહિત નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત માહિતી  મુજબ ૧૧ મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામા નર્મદા જિલ્લા ની દેડીયાપાડા, ગામ – ધાટોલી ના રેહવાસી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડ મા ત્રીજો ક્રમ હાસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી નર્મદા તરફ થી દીકરી ને ખૂબ ખૂબ અભિનંદન આપવામા આવ્યા
જ્યારે દિલીપભાઈ નર્મદા જિલ્લા માં પહેલી વાર એવા કોચ મેનેજર જેઓ પોતે  સાગબારાના વતની છે, અને પોતે એથલેટિક્સ પણ  છે, એમની અથાગ મહેનત ને પણ બિરદાવી હતી નર્મદા જિલ્લા ને આગળ વધાવવાની અપીલ કરી હતી.

Exit mobile version