Site icon Gramin Today

જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

“રમશે ગુજરાત, જીતશે ગુજરાત”

ચિતાર્થ કરતા ડાંગ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું,

બેડમિન્ટન સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપ ભાઈઓ માં પટેલ સમીરભાઈ ભટુભાઈ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયા:

ડાંગ જીલ્લા ક્લબ, આહવા ખાતે આજ રોજ જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત  દરેક વય જુથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો,  ડાંગ જિલ્લા ખેલ મહાકુંભ બેડમિન્ટન સ્પર્ધામાં કુલ 350 થી વધુ ખેલાડીઓ એ ભાગ લીધો હતો,

ડાંગમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા માં ઓપન એજ ગ્રુપ ભાઈઓ માં પટેલ સમીરભાઈ ભટુભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયાં હતાં,  

જીલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત રમત ગમત અધિકારીશ્રી ને કન્વીનર શ્રી પ્રજેશભાઈ ટંડેલ અને આહવા તાલુકાનાં પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ શ્રી શૈલેષભાઇ ગાવિત તરફ થી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version