Site icon Gramin Today

ઘાંટોલી યુવા ગ્રુપ આયોજીત આદિવાસી ક્રિકેટ પ્રીમિયર લીગ-૨૦૨૪ ટુર્નામેન્ટ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સમસ્ત આદિવાસી સમાજ ઘાંટોલી યુવા ગ્રુપ દ્વારા આયોજીત આદિવાસી ક્રિકેટ પ્રીમિયર લીગ ૨૦૨૪ ટુર્નામેન્ટ યોજાઈ:

પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકામાં આવેલ ઘાંટોલી ગામ ખાતે મહાત્મા ગાંધી આશ્રમશાળાના ગ્રાઉન્ડમાં પ્રીમિયર લીગ મેચ રમાઈ હતી આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ગામોમાંથી ૧૬ ટીમોએ ભાગ લીધો હતો સમગ્ર ટીમો એ ખેલદીલી ભાવના થી પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતુ. અંતે આ પ્રિમિયર લીગ ટુર્નામેન્ટ દરમિયાન આજરોજ મહાત્મા ગાંધી આશ્રમશાળાના ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચમાં યોજાઈ હતી જે ફાઈનલ મેચમા  ” ધ બ્રિલ્યંટ ટીમ ” ઘાંટોલી ગામની ટીમ અને” સુપર ઇલેવન ” પણગામ ગામની ટીમ એમ બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.

        આ અવસરે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે કાબરીપઠાર ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ દિવાનજી ભાઈ અને ઘાંટોલી પંચાયતના સરપંચ પ્રભુભાઈ તથા અનેક ગામોમાંથી આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

         એ સમય દરમિયાન મનસુખ વસાવા એ હાજર આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓને રમત ગમત ક્ષેત્રે અનેક વિવિધ ક્ષેત્રે કારકિર્દી વધે, અને નશા મુક્ત જીવનજીવવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને મનસુખ વસાવાએ એમ પણ ઉમેર્યું હતું કે આવનારા સમયમાં આશ્રમશાળા સંચાલકો સાથે વિચાર વિમર્શ કરીને અહીંયા એક સુંદર મઝાનું રમત ગમત નું ગ્રાઉન્ડ બનાવવા માટે અમે કોશિશ કરીશું જેથી કરીને આ વિસ્તારના યુવાનોને બહારગામ દૂરદૂર રમત રમવા જવું ના પડે એમ ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓને ભરોશો આપ્યો હતો.

       આ ટુર્નામેન્ટ માં ઘાંટોલી ગામની ટીમ વિજેતા જાહેર કરાય હતી એમને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા.

 પત્રકાર: દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યુઝ દેડિયાપાડા

Exit mobile version