Site icon Gramin Today

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે “ખેલ ઉત્સવ 2024″નું આયોજન કર્યું: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ 

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે “ખેલ ઉત્સવ 2024″નું આયોજન કર્યું: 

મંત્રાલયના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ “ખેલ ઉત્સવ 2024″માં જોશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો;

નવી દિલ્હી :  મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણીના અનુસંધાનમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે 27મી ઓગસ્ટ, 2024થી 30મી ઓગસ્ટ, 2024 દરમિયાન મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં “ખેલ ઉત્સવ 2024”નું આયોજન કર્યું હતું. 

પોતાની પ્રથમ આવૃત્તિમાં મંત્રાલયે ચાર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ક્રિકેટ, હોકી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસનું આયોજન કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે મંત્રાલયના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. મંત્રાલય ખેલ ઉત્સવની આગામી આવૃત્તિઓમાં વધુ રમતોનો સમાવેશ કરવા માગે છે. 

મેજર ધ્યાનચંદ ટ્રોફીનો વિતરણ સમારંભ 4 સપ્ટેમ્બર, 2024ના રોજ પીઆઈબી કોન્ફરન્સ હોલ, શાસ્ત્રી ભવન ખાતે આયોજિત કરાયો. ટ્રોફી વિતરણ સમારોહને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી. સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

 

Exit mobile version