Site icon Gramin Today

ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરાશે:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબટીમ 

ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડની જાહેરાત કરી છે. દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે, અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.

રજનીકાંતને ફિલ્મી જગતનો સૌથી મોટો “દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ મળશે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી

ફિલ્મ અભિનેતા રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે. પોલિટિક્સમાં નો એન્ટ્રીની કરી જાહેરાત:

તેમનું સાચું નામ: શિવાજી રાવ ગાયકવાડ (જન્મ 12 ડિસેમ્બર 1950), જન્મ: બેંગ્લોર,  ફિલ્મ જગતમાં વ્યાવસાયિક રૂપે રજનીકાંત તરીકે ઓળખાય છે, તે ભારતીય અભિનેતા છે, જે મુખ્યત્વે તમિળ સિનેમામાં કામ કરે છે. અભિનય ઉપરાંત, તેમણે નિર્માતા અને પટકથા લેખક તરીકે પણ કામ કર્યું છે. હિન્દી ફિલ્મ ઇનડ સ્ટ્રીઝમાં ફૂલી માં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું. અત્યાર સુધીમાં અનેક એવોર્ડ જીતી ચુક્યા છે, 

ગત 3 મહિના પહેલાં દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા રજનીકાંતે રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે બહાર પાડેલાં નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું.

સુપરર્સ્ટાર રજનીકાંતે પોતાના આ નિર્ણય માટે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે તેમના બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો તેમની કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.

સુપરસ્ટાર રજનીકાંતે અનેક વર્ષોની અટકળ પછી ડિસેમ્બર 2017માં જાહેર કર્યું હતું કે તેઓ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરશે. આ માટે રજની મક્કલ મંદરમ નામના બિનરાજકીય સંગઠનની પણ રચના કરી હતી. ત્યાર પછી હાલમાં 3 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જાન્યુઆરી 2021માં રાજકીય પક્ષની રચના કરશે.

Exit mobile version