Site icon Gramin Today

તાલુકા કક્ષાએ આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ભાઇઓ અને બહેનોની ટીમ પ્રથમ ક્રમે: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ગડતના આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ગૌરવ: 
તાલુકા કક્ષાએ આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ભાઇઓ અને બહેનોની ટીમ પ્રથમ ક્રમે: 

તાપી: સમગ્ર દેશમાં ખેલ મહાકુંભ થકી દરેક ખેલાડી માટે પોતાની પ્રતિભા સિધ્ધ કરવાનો આ અનેરો અવસર મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખુબજ ઊંડાણમાં વસતા ગામડાના ગરીબ અને વિસ્થાપિત ગામડાઓના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકો માટે આ એક અમુલ્ય તક બની રહી છે. જેમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેઓ પોતાની શાળાનું નામ રોશન કરી રહ્યા છે. જેમાં ડોલવણ તાલુકાના ગડત ગામની આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ભાઇઓ અને બહેનોની ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ અને કોંકણી દિવ્યાબેન ધર્મેષભાઈએ ચેસમાં પ્રથમ મેળવ્યો છે. શ્રેયસ રસિકભાઈ ચૌધરી, બરછી ફેંક સ્પર્ધા માં તાલુકા કક્ષાએ પ્રથમ તથા ગામીત એલ્વીનાબેન આશીષભાઈ કરાટેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સહિત સમગ્ર શાળા પરીવારે ખેલાડીઓને માર્ગદર્શન આપનાર રમત-ગમતના શિક્ષકશ્રી ઈશ્વરભાઈ ટંડેલ અને તમામ વિજેતા ખેલાડી ભાઈ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ સાધવા શુભકામનાઓ પાઠવી છે. 

Exit mobile version