શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, માંગરોળ પ્રતિનિધિ
કંસાલી ગામે મનરેગા યોજના અંતર્ગત 4.50 લાખના ખર્ચે નિર્માણ થનાર ક્રિકેટ ગ્રાઉન્ડનું કરાયું ખાતમુહુર્ત;
રમત ગમત ની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનેક તૈયારીઓ કરવા માટે યુવક યુવતીઓ ને મેદાન નિવડશે ઉપયોગી,
માંગરોળ તાલુકાના કંસાલી ગામે મનરેગા યોજના અંતર્ગત 4.50 લાખના ખર્ચે નિર્માણ થનાર ક્રિકેટ ગ્રાઉન્ડ નું તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદનબેન ગામીત ના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. કંસાલી ગામે ક્રિકેટ રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ બનવાનું આયોજન કરાતા ગ્રામજનો ને રોજગારી મળવાની સાથે સાથે રમત ગમત માટે મેદાન બનતા યુવાનોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.
આજના આ ખાતમુહર્ત પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત ના સદસ્ય તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયા, કંસાલી ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત, તાલુકા પંચાયત યોજના અધિકારી પ્રકાશ ગામીત તેમજ ગામના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા.