Site icon Gramin Today

BTTS ના સામાજિક અગ્રણીઓ દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે BTPના ધારાસભ્ય સહિત ૧૬ આયોજકો પર થયેલી ફરિયાદ ખોટી હોવાનું આવેદનપત્ર સુપ્રત કરાયું;

આજ રોજ  10 ઓગષ્ટ મંગળવારના રોજ BTTS ના સામાજિક અગ્રણીઓ દ્વારા રાજ્યપાલશ્રી ને સંબોધીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું,
જેમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસમાં યોજાયેલ જાહેર રેલી દરમ્યાન ૪૦૦ ની જન સંખ્યા ની જગ્યા એ હજારો આદિવાસી ભાઈ બંધુઓ એકત્રિત થતા વહીવટી તંત્ર ની આંખો પહોળી થઇ જવા પામી  હતી,
અને ત્વરિત પોલીસ ખાતું હરકતમાં આવી દેડીયાપાડા  ધારાસભ્ય સહિત ૧૬ જેટલા આગેવાનો પર ફરિયાદ નોંધાતાં સમગ્ર આદિવાસી સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જે બાબતે BTTS ના આગેવાનો દ્વારા તારીખ 10 ઓગષ્ટના રોજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર રાજ્યપાલશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે તમામ સામાજિક અગ્રણીઓ પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે,
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડેડીયાપાડા એ કોઈ રાજકીય પાર્ટી નો કાર્યક્રમ ન હતો, પણ સમગ્ર આદિવાસી સમાજનો કાર્યક્રમ હતો. ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ પાર્ટી રીતે નહિ પણ સમાજની રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં કોઈ પણ રાજકીય ભાષણ કે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ન હતા. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં 99% આદિવાસી સમાજ વસવાટ કરતો હોય, આ દિવસનું આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ઘણું મહત્વ હોય છે. વાર્ષિક એક વાર પોતાના સમાજ નો તહેવાર હોય, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક પરંપરા મુજબ ઉજવણી કરવા સ્વયંભૂ લોકો જોડાયા હતા, કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવા છતાં અમારા આદિવાસી  સમાજની એકતા જોઈને ગભરાયેલી સરકારે બીજીવાર આદિવાસી સમાજ ભેગો ન થાય તે માટે સરકાર પોલીસ પ્રશાસન  પર દબાણ લાવી ખોટી ફરીયાદ દાખલ કરાવી હોવાનું BTTS ના અગ્રણીઓએ જણાવ્યું હતું.

Exit mobile version