Site icon Gramin Today

સેલંબા ખાતે આવેલ સ્ટીફન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાગબારા તાલુકાનાં સેલંબા ખાતે આવેલ સ્ટીફન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી;

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015 માં ભારતની પહેલથી આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ છે. ભારત સરકારના આયુષ મંત્રાલયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પત્તિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ વળ્યું છે, ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન સુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બન્યો છે.

આજ રોજ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સાગબારા તાલુકા ના સેલાંબા ખાતે આવેલ સ્ટીફન ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા અન્ય સ્ટાફ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો.

વિશ્વ યોગ દિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમ માં  શાળામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષક નરેન્દ્રભાઇ વસાવા એ યોગાસન કરાવ્યા હતા. અને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર વિજયભાઈ વસાવાએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ને યોગાસન વિશે મહત્વ સમજાવ્યું હતું, અને આજનાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Exit mobile version