Site icon Gramin Today

સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ કર્યું ત્રણ વખત પ્લાઝમા ડોનેટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,

સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરી,ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રીને સી.એમ. રાહત ફંડમાં આપ્યા કુલ  રૂ.૨.૨૧ લાખનું દાન:

ગત રોજ મુખ્યમંત્રીશ્રીની સુરત મુલાકાત દરમિયાન સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરીના દર્શન થયાં. ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ‘મુખ્યમંત્રી રાહત નિધિ’ માં રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કરી સમાજ અને યુવાધનને પ્રેરણા આપી છે. ફૈઝલે સ્વ હસ્તે મુખ્યમંત્રીશ્રીને ચેક અર્પણ કર્યો ત્યારે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી તેમને  વધાવી લીધો હતો. મુખ્યમંત્રીશ્રી પણ તેની સમાજ ભાવના અને ઉમદા અભિગમથી પ્રભાવિત થયાં હતા,કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ફૈઝલ ચુનારાએ સતત ત્રણ વાર પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું છે, સાથોસાથ ૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ પણ કર્યો છે. આ ભગીરથ કાર્ય બદલ ફૈઝલને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા,પ્લાઝમા દાન માટે ખ્યાતિ મેળવનાર આ યુવાને સી.એમ. રાહત ફંડમાં રૂ.૨.૨૧ લાખનું દાન કરીને દાનેશ્વરી ભામાશા સમોવડી ખુમારી બતાવી માનવતાનું એક અનેરું ઉદાહરણ સમાજને પૂરૂ પાડ્યું છે.

૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કરનારા ફૈઝલ ચુનારા સમસ્ત  યુવાનોનાં માટે બન્યાં  પ્રેરણાદાયી:

Exit mobile version