Site icon Gramin Today

સાપુતારા માર્ગે ગુજરાતમાં પ્રવેશેલી CRPF ની મહિલા બાઈકર્સની ટીમનું ભવ્ય સ્વાગત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે 

સાપુતારા માર્ગે ગુજરાતમાં પ્રવેશેલી CRPF ની મહિલા બાઈકર્સની ટીમનું ભવ્ય સ્વાગત:

સાપુતારા: મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા કલ્યાણ પ્રભાગ દ્વારા વર્ષ ૨૦૧૫ થી “બેટી પઢાવો-બેટી બચાવો” જન આંદોલન કાર્યાન્વિત કરાયું છે.

જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા CRPF ની મહિલા બાઈકર્સની ટીમ દ્વારા તા.૩ ઓક્ટોબરથી શરૂ થઈ તા.૩૧મી ઓક્ટોબર સુધી “મહિલા સશક્તિકરણ અને એકતા” સંદેશના દેશવ્યાપી ફેલાવા સાથે, ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઈ, ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓ ખાતે કુલ-૩ ટીમ પૈકી બે ટીમમાં કુલ ૨૩૦ થી ૨૫૦ જેટલી મહિલા બાઈકર્સ તથા સહયોગી સ્ટાફ રતનાપુર ખાતેથી નીકળી, દક્ષિણ ગુજરાતના સાપુતારા ખાતેથી ગુજરાતમાં પ્રવેશી થઈ, કિલાદ કેમ્પ સાઇડ થઈ, એકતાનગર જવા માટે રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દેશના ઉત્તરે શ્રીનગર, પૂર્વ દિશામાં શિલોંગ અને દક્ષિણે કન્યાકુમારીથી CRPF ની મહિલા બાઈકર્સની ટીમે પોતાની યાત્રા શરૂ કરી છે. જેમાં કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રામાં અંદાજીત ૧૩૦ જેટલી મહિલા બાઈકર્સ સાપુતારામાં પધારી હતી. જેઓનું સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ પ્રંસગે ડેપ્યુટી કમાંન્ડર શ્રી રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા દિકરા દિકરીઓમા ભેદભાવ દુર કરવા લોકોજાગૃતિ માટેના અનેક કાર્યક્રમો કરવામા આવે છે. જેના ભાગરૂપે CRPF ની મહિલા બાઈકર્સની ટીમ જે “બેટી પઢાવો- બેટી બચાવો” નો નારો દેશભરમાં ગુંજતો કર્યો છે.

ગુજરાતમાં પધારેલ CRPF ની મહિલા બાઈકર્સની ટીમનું જિલ્લાની બાળકીઓ દ્વારા ફુલ તથા શાલ ઓઠાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બાદમા આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી તેમજ તાલુકા સદસ્ય શ્રી અર્જુનભાઇ ગવળીએ મહિલા બાઈકર્સની ટીમને લિલી ઝંડી આપી આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે CRPF ના કમાંન્ડર શ્રી કે.કે.ચાંદ, ડેપ્યુટી કમાંન્ડર શ્રીમતી સુમો, આસિસ્ટન્ટ કમાંન્ડર શ્રી ગણેશ તેમજ આર્મીના અધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, સુરતના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રીમતી સ્વેતા દેસાઈ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અંકુરભાઈ જોષી, ડાંગના ઇન્ચાર્જ જિલ્લા મહિલા અને બાળ વિકાસના અધિકારી શ્રી રોહન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રાધિકાબેન, ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, સાપુતારા આદર્શ નિવાસી શાળા, ઋતુંભરા હાઇસ્કુલ તેમજ એકલવ્ય શાળાની વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Exit mobile version