Site icon Gramin Today

સમસ્ત ખ્રિસ્તી સમાજે આપ્યુ મહામુહીમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર…

      સમસ્ત ખ્રિસ્તી સમાજે આપ્યુ મહામુહીમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર,                          સમસ્ત ખ્રિસ્તી સમાજનાં અગ્રણીઓએ તાપી જીલ્લા  કલેકટરશ્રી  અને જીલ્લા પોલીસ વડા સાથે કરી ચર્ચા,  સમાજનાં આગેવાનોએ જાતિવાદ અને ધર્મવાદ જેવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કડક પગલા લેવાં  કરી રજૂઆત,  ખ્રિસ્તીઓ દેશમાં શાંતિ અને અમનમાં માનનારો સમાજ હોય સામાજિક અરાજકતા ફેલાવનારા તત્વોને  તંત્ર છાવરે છે જેવી ધારદાર  રજૂઆત સમાજનાં  આગેવાનોએ કરી,  વર્ષોથી ચાલતા પ્રાર્થના ઘરોને (ચર્ચ) જ ટાર્ગેટ કરવાથી સમસ્ત ખ્રિસ્તી સમાજમાં તંત્ર  પ્રત્યે નારાજગી   પ્રવર્તી  રહી છે,  તાપી જીલ્લા તંત્ર દ્વારા  સરકારી દબાણને બામણામાળ અને મગરકુઈ  ખાતે દુર કરવામાં આવ્યું તે ઘરને  પાછલા ઘણાં વર્ષોથી ખ્રિસ્તી સમાજનાં લોકો પ્રાર્થના માંટે ઉપયોગ કરી રહ્યા હતા,   સમાજે તાપી જીલ્લા અને આદિવાસી વિસ્તારમાં ધર્મ સ્વાતંત્ર્ય બીલ ૨૦૦૩નો ખોટો ગેરઉપયોગ થઇ રહ્યાનો કર્યો ઉલ્લેખ,   સમાજે જાતિવાદ અને ધર્મવાદનાં નામે ચાલતા દિલ્હી ખાતેના દંગાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું,  તેમજ તંત્રને ધર્મના નામે કોઇપણ અરાજકતા આદિવાસીઓમાં નાં ફેલાય તેની નોધ લેવાં પણ જણાવ્યું હતું, સમાજ દેશ અને રાજ્યમાં શાંતિ અને સુલેહ બની રહે એવી પણ રજુઆત કરી, ભારતનું ભંધારણ દરેક ધર્મના નાગરિકને પોતાની અસ્થામાટે સ્વતંત્રતા આપે છે, હમો ને ભારતીય નાગરિક હોવાનો ગર્વ છે, અને અમારો ખ્રિસ્તી સમાજ દેશમાં શાંતિ અને અમન રહે  તેવી પ્રાથના કરે છે, 

 

Exit mobile version