Site icon Gramin Today

શું છે દિલ્હીનો કેશ નંબર ૧૦ ની એક મહિલાની બેદરકારીનો કિસ્સો ?

શું છે દિલ્હીનો કેશ નંબર ૧૦ ની એક મહિલાની બેદરકારીનો કિસ્સો ? દેશની રાજધાની દિલ્હીમાં  એક મહિલાએ  ૮ લોકોને કર્યા કોરોના સંક્રમિત તેથી ૮૦૦ લોકોને  આયસોલેટ કરાયા છે,  સારવાર કરનાર ડોક્ટરનું થયું મૃત્યુ! ડોકટરનો પરિવાર કોરોના સંકટમાં.. માટે સરકાર કહે છે “ઘરમાં રહો સુરક્ષિત રહો” સામાજિક દુરી બનાવી રાખવી ભારત જેવા દેશ માટે મોટી ચુનોતી તો દેશનાં નાગરિક તરીકે એ આપણી ફરજ બને છે કે લોકો દ્વારા ફેલાતા સંક્રમણની કડીને તોડીએ. માટે ઘરમાં રહીને લડીએ      “કોરોના લડાય”      હજુય જરૂરી છે ભારતને કોરોના વોરીયેર્સની 

વિશ્વની કોરોના અપડેટ: ચીન કરતાં  ઈટલી મૃત્યુ આંકમાં પ્રથમ ક્રમે અને સંક્રમિત લોકોમાં ન્યુયોર્ક ચીન ઇટલી કરતાં સૌથી આગળ અમેરિકામાં એક લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં, ૧૫૦૦થી વધારે મૃત્યુઆંક, સમગ્ર વિશ્વમાં  સંક્રમિત લોકોની સંખ્યા  ૬ લાખ થી વધારે સતત વધારો થઈ જ રહ્યો છે, પરંતુ આ વચ્ચે ચીનમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે,  બ્રિટેનના પ્રધાનને કોરોના સંક્રમણ, વિશ્વની નામચીન હસ્તીઓ થયા કોરોના સંક્રમીત,  

ભારતની કોરોના અપડેટ: ભારતમાં કુલ ૯૫૩  કોરોના મરીજ;  હજારોને આયસોલેટ કરાયા,  સંક્રમિત કોરોના વાયરસથી સાજા થયાં ૮૩ ને ઘરે મોકલાયા,  જયારે  મૃત્યુઆંક ૧૯ થયો,   

ગુજરાત કોરોના અપડેટ: ગુજરાતમાં કુલ કોરોના મરીજ ૫૦ને પાર, ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે. આજે ગુજરાતમાં નવા ૬ કેસ સામે આવતાં ૫૪ પોઝિટિવ કેસ થયા છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. આ છ કેસોમાં અમદાવાદમાં 3, વડોદરામાં એક, ગાંધીનગરમાં એક અને મહેસાણામાં એક કેસ સામે આવ્યો છે. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.ગઈ કાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા તેમાં 37 વર્ષના એક પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના 2 કેસ લોકલ ટ્રાન્સમિશન( લોક સંપર્ક થી સંક્રમિત થયેલાં)ના છે જેમાં 39 વર્ષના પુરુષ અને 33 વર્ષની મહિલા પણ  છે. માટે ગુજરાતને સામાજિક દુરી રાખવી જરુરી થઇ પડે છે, દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.

દેશમાં કેરળ રાજ્ય સંક્રમિતમાં બીજા રાજ્યો થી  આગળ,  આજે વડાપ્રધાન મોદી  કરશે પ્રજાજોગ સંભોધન ,,,  “ઘરે રહશો  તો કોરોના હારશે”

Exit mobile version