કોરોના દેહ્સતમાં દરરોજ નવાં નવા શબ્દો સાંભળવાં મળી રહ્યા છે, “પલાઝ્માં” ટેકનોલોજી
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળના કાર્યરત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST)ને કોરોનાવાયરસનો ભોગ બનેલી વ્યક્તિની નવતર પ્રકારની સારવાર કરવા માટે હિંમતભર્યુ કદમ ઉઠાવીને આગળ ધપવા મંજૂરી મળી ગઈ છે. આ થેરાપીને ટેકનિકલ ભાષામાં “કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી” તરીકે ઓળખવામાં આવે છે. આ સારવારનો ઉદ્દેશ સાજી થયેલી વ્યક્તિને પ્રાપ્ત થયેલી પ્રતિકાર શક્તિનો ઉપયોગ બિમાર વ્યક્તિની સારવાર માટે કરવાનો છે. ભારતમાં આ પ્રકારના સંશોધન માટે માન્યતા આપતી ટોચની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) તરફથી આ નવતર પ્રકારની સારવારનુ સંશોધન હાથ ધરવા માટે SCTIMST ને મંજૂરી આપવામાં આવી છે.
ડિરેકટર, ડૉ. અશોક કિશોર(SCTIMST) જણાવે છે કે “અમે કેટલી ઉંમર સુધીના લોકો પાસેથી રકતદાન લઈને આ સંશોધન હાથ ધરવુ તે અંગે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી ધોરણો હળવાં કરવા માટે અરજી કરી છે.”
દિલ્હીમાં થશે પ્લાઝમાં ટેક્નોલોજીનો ઉપયોગ
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. જો કે આ ટેક્નોલોજીથી કોરોના સંક્રમણ ફેલાવાનું રોકી નહીં શકાય. પરંતુ ગંભીર બિમાર લોકો જલ્દી સ્વસ્થ થઇ શકશે. કેજરીવાલે દાવો કર્યો કે આશા છે કે સારૂ પરિણામ આવશે. સાથે જ કહ્યું કે દિલ્હીમાં કેટલાક ડોક્ટરોએ આ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે, અને હાલ ટ્રાયલની તૈયારી કરી છે, સૌથી મોટી વાત તો એ છે કે કેન્દ્ર સરકારે પણ પ્લાઝમાં ટેક્નોલોજીનું ટ્રાયલ કરવા મંજૂરી આપી દીધી છે. જેથી આગામી ત્રણ ચાર દિવસમાં ટ્રાયલ શરૂ કરાશે.
કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી શું છે?જ્યારે નોવેલ કોરોનાવાયરસ જેવા રોગ પેદા કરતા (પેથોજન) નો ચેપ લાગે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબૉડીઝ પેદા કરે છે. આ એન્ટીબૉડીઝ પોલિસના કૂતરાની જેમ શરીરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચીને હુમલો કરનાર વાયરસની ઓળખ કરીને પકડી પાડે છે, જ્યારે લોહીના શ્વેતકણો હુમલાખોર વાયયરસને નાબૂદ કરીને ચેપ દૂર કરે છે. જે રીતે લોહી ચડાવવામાં બને છે તેમ સાજા થયેલા દર્દીના શરીરમાં ફેલાઈને એન્ટીબૉડીઝ મેળવે છે અને તેને બિમાર વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે. એન્ટીબૉડીની સહાય વડે રોગ પ્રતિકાર પદ્ધતિ વાયરસનો મજબૂત સામનો કરે છે.
એન્ટીબૉડીઝ શું છે ?એન્ટીબૉડીઝ એ સૂક્ષ્મ જીવાણુ (microbe) મારફતે લાગતા ચેપનો સામનો કરતાં પ્રથમ હરોળનાં રોગ પ્રતિકારકો છે. તે ચોક્કસ પ્રકારનાં પ્રોટીન છે કે જેમાં બી લિમ્ફોસાયટસ નામે ઓળખાતા રોગ પ્રતિકારક કોષો ધરાવે છે. જ્યારે આ કોષો નોવેલ કોરોનાવાયરસ જેવા હુમલાખોરનો સામનો કરે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ રોગ પેદા કરતા દરેક હૂમલાખોર (પેથોજન) નો સામનો કરી શકે તેવા એન્ટીબૉડીઝ તૈયાર કરે છે. એક ચોક્કસ એન્ટીબૉડી અને તેનો પાર્ટનર વાયરસ એક બીજા માટે જ બનેલાં હોય છે.
આ થેરાપીનો ઈતિહાસ: 1890માં ઈમિલ વોન બેહરીંગ નામના જર્મન ફિઝિયોલોજીસ્ટે શોધી કાઢ્યું હતું કે ડિપ્થેરીયા (ગળામાં જાળુ બાઝી જતું હોય તેવો એક રોગ)ની અસર થઈ હોય તેવા ઉંદરમાંથી મેળવાયેલુ સિરમ ડિપ્થેરિયાનો ચેપ રોકવામાં સફળ રહ્યુ હતુ. 1901માં બેહરીંગને મેડિસીનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. એ સમયે એન્ટીબૉડીઝ જાણીતા નહોતા. કોનવેલેસન્ટ-સિરમ થેરાપી ઓછી અસરકારક હતી અને તેની નોંધપાત્ર પ્રમાણમાં આડઅસરો પણ હતી. એન્ટીબૉડી ગુણધર્મને અલગ કરવામાં ઘણાં વરસ લાગ્યાં હતાં. હાલમાં પણ કોઈ ચોકકસ ઉદ્દેશ વગરનાં એન્ટીબૉડીઝ અને અશુદ્ધિઓ શરીરમાં આડઅસરો ઉભી કરે છે.
શું આ થેરાપી અસરકારક છે ?બેકટેરીયાથી લાગતા ચેપનો સામનો કરવા માટે આપણી પાસે અસરકારક એન્ટીબાયોટિક્સ છે. આમ છતાં આપણી પાસે અસરકારક એન્ટીવાયરલ્સ નથી. જ્યારે પણ કોઈ નવો વાયરલ આવી પડે છે ત્યારે તેની સારવાર થઈ શકે તેવું કોઈ ઔષધ આપણી પાસે હોતું નથી. આ અગાઉ પણ ભૂતકાળમાં વાયરસ પ્રસરતાં કોનવેલેસન્ટ- સિરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009-2010ના H1N1 ઈન્ફ્લુએન્ઝા વાયરસથી રોગચાળો ફાટી નિકળ્યો ત્યારે પણ ઘનિષ્ઠ સારવાર માગી લેતાં ચેપી પેસીવ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેસીવ એન્ટીબૉડી સારવારથી ક્લિનિકલ સુધારો થયેલો જોવા મળ્યો હતો. વાયરલનો બોજો ઓછો થયો હતો અને મૃત્યુ દર પણ ઘટ્યો હતો. આ સારવાર પ્રક્રિયા વર્ષ 2018માં ઈબોલા ફાટી નિકળ્યો ત્યારે પણ આ સારવાર પદ્તિ ઉપયોગી બની હતી.
શું તે સલામત છે ?વર્તમાન સમયની બ્લડ બેંકીંગ ટેકનિક વડે લોહીમાં પેદા થયેલા પેથોજનનું સબળ સ્ક્રીનીંગ થઈ શકે છે. રક્ત આપનાર અને રક્ત સ્વિકારનારનું રક્ત મેચ કરવાનું પણ હવે મુશ્કેલ નથી. આ કારણે જાણીતા ચેપી એજન્ટસ અથવા તો લોહી આપવાના કારણે પેદા થતા રિએક્શનનું પ્રમાણ ઘટ્યું છે. “જે રીતે આપણે રક્તદાનમાં કરીએ છીએ તેમ વ્યક્તિનું બ્લડ ગ્રુપ અને Rh કોમ્પીટિબીલિટી પણ ચકાસવાની રહે છે. જે લોકોનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય તે જ લોકો રક્ત આપી શકે છે કે સ્વિકારી શકે છે. વ્યક્તિઓ રક્તદાન કરે તે પહેલાં તેમની આકરી ચકાસણી અને ટેસ્ટ કરીને કેટલાક ફરજીયાત પરિબળો ચકાસવાના રહેશે. તેમણે હિપેટાઈટીસ, એચઆઈવી, મેલેરિયા અને અન્ય કેટલાક ટેસ્ટ આપવા પડશે અને તેમનું લોહી અન્ય પેથોજન ધરાવતું નથી તેની ખાતરી થયા પછી જ રક્તનો ઉપયોગ કરવામાં આવશે” તેમ એસસીટીઆઈએમએસટીના ડૉ. અશોક કિશોરે જણાવ્યું હતું.
પડકારોઃ આ થેરાપીનો ઉપયોગ કરવો સરળ નથી. મુખ્ય બાબત એ છે કે સાજા થયેલા દર્દીનું નોંધપાત્ર પ્રમાણમાં પ્લાઝમા મેળવવાનું હોય છે. કોરોનાવાયરસ જેવા રોગ કે જેમાં મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હોય છે અને હાયપર ટેન્શન, ડાયાબિટીસ તથા અન્ય તબીબી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી સાજા થયેલા તમામ દર્દીઓ સ્વેચ્છાએ રક્તદાન કરી શકતા નથી. આપણા દેશમાં સારવાર દ્વારા સારા થયેલાં લોકો મૃત્યુ પામનારા કરતાં વધુ છે, સાજા થયેલાં લોકો હવે અન્ય સંક્રમિત વ્યક્તિ માટે બનશે ઉપયોગી (શ્રોત;પોસ્ટેડ ઓન: 11 APR 2020 12:26PM by PIB Ahmedabad)