શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
વ્યારા ખાતે કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ :
સરકાર કી યોજનાઓમે લાપરવાહી નહીં હોની ચાહિએ, દેશ કે નિર્માણ મે સબકો લગના પડેગા:- કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજી
વ્યારા : તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારત સરકારના કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજીના અધ્યક્ષ સ્થાને માજી કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા,સાંસદ પરભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા,કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજનાકીય કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જિલ્લાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે વસ્તીની સરખામણીમાં ફીમેલ રેશિયો ૧૦૦૭ જેટલો છે.પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ૯૦ ટકા સિધ્ધિ મેળવી છે. અર્બન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૧.૪૩ સિધ્ધિ મેળવી છે. PM સ્વનીધિ લોન અરજીમાં ૯૯ ટકા સિધ્ધિ મેળવી છે. મનરેગા યોજનામાં રજીસ્ટર્ડ થયેલા કુલ- ૪૧૦૫૨૨ પૈકી કુલ જોબકાર્ડ ધારકો ૧૯૬૫૧૦ અને એકટીવ વર્કર ૧૪૮૩૫૪ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૪.૭૪ લાખ માનવદિન રોજગારી મળી છે. જેમાં રૂા.૬૯.૩૨ લાખ ચુકવણુ થયું છે. નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ અનાજ આપવામાં આવે છે.પ્રધાનમંતરી ઉજવલા યોજના હેઠળ ૭૦,૫૬૧ મહિલાઓને ફ્રી ગેસ કનેકશન અપાયા છે. ICDS યોજનામાં મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે પોષણસુધા યોજના અને મુખ્યમંત્રી માતુશક્તિ યોજના તથા બાળકો માટે દુધ સંજીવની યોજના અમલી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તથા સિંચાઈ માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવ પૈકી ૨૦ તળાવોનું નિર્માણ કરાયું છે.
સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ માંડલ ટોલનાકાને મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે રાખવામાં આવે તો સ્થાનિક પ્રજાજનોના વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરી હતી.આભારવિધિ નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ કરી હતી.
આ સમિક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અશોક ચૌધરી, પ્રાંત અધિકારી રાજેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા, જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, ચીફ ઓફિસર વ્યારાના દર્પણ ઓઝા,ચીફ ઓફિસર સોનગઢ, સંગઠન પ્રમુખ વિક્રમભાઈ તરસાડિયા, પંકજભાઈ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.