Site icon Gramin Today

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ”ની પૂર્વ સંધ્યાએ વડીલોને આપી પાકા મકાનની ભેટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , તાપી કીર્તનકુમાર 

 “International Day of Older Persons”/ “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ”ની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા વડીલોને આપી પાકા મકાનની અનોખી ભેટ:

ઉત્સાહ ભર્યા માહોલમાં વાજતે ગાજતે-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી, રંગોળી પુરી, તોરણ લગાવી ઉત્સવ રૂપે ગૃહ પ્રવેશ કરતા તાપી જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 296 લાભાર્થીઓ;

પોતાનું નવું પાકું મકાન બનતા હું ખુશ છું. પરીવાર સમેત સુખ શાંતિથી જીવન ગુજરશે. સરકારશ્રીનો ખુબ ખુબ આભાર:- પીએમએવાય લાભાર્થી જયાબેન ઢોડિયા

તાપી : યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1 ઓક્ટોબરને International Day of Older Persons “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ” તરીકે નિયુક્ત કરેલ છે. આ દિવસને વિશ્વભરના દેશો વિવિધ પ્રકારે ઉજવે છે ત્યારે ભારત દેશમાં આ દિવસને ખાસ ભેટ આપી ઉજવવામાં આવ્યો છે.


“International Day of Older Persons” એટલે કે “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ”ની પૂર્વ સંધ્યાએ એટલે કે ગતરોજ તા.30મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંબાજી ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપણા વડિલોનું જીવન સુખમય અને શાંતિથી વીતી શકે તે માટે પાકા મકાનની ભેટ વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપી છે.
આ ખાસ દિવસે વ્યારા તાલુકાના ભાટપુર ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જયાબેન ઢોડિયાએ પોતાના પાકા મકાનમાં પરીવાર સમેત પ્રવેશ મેળવતા ગુજરાત સરકાર સહિત પ્રધાન મંત્રીશ્રીનો આભાર અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પ્રધાન મંત્રી આવાસ યોજનામાં અમને પાકું મકાન બનાવવાની સહાય મળી છે. જેમાં 1 લાખ 20 હજાર આવાસ યોજના હેઠળ અને 20 હજાર મનરેગા હેઠળ સહાય મળી છે. જેમાં અમે પોતાની બચતના રૂપિયા ઉમેરી આ મકાન બનાવ્યું છે. પોતાનું નવું પાકું મકાન બનતા હું ખુશ છું. હવે અમે પરીવાર સાથે સુખ શાંતિથી રહીશું. સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.


અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામાં કૂલ-180 ગામોમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના કૂલ-269 લાભાર્થીઓ સાથે પ્રાયોજના વહિવટદારની કચેરી દ્વારા 27 આવાસોના કામોનાં લોકાર્પણ મળી કૂલ-296 આવાસોમાં ગૃહ પ્રવેશ તથા 500 કામોના ખાતમુહૂર્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના સક્રિય માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવ્યા હતા. પીએમએવાયના લાભાર્થીઓએ પરંપરાગત પરિધાન કરી ગૃહ પ્રવેશ વાજતે ગાજતે અને આંગણામાં રંગોળી પુરી, તોરણ બાંધી પૂજન કરી ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
પોતાનું ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું સોહામણું સપનું હોય છે. પ્રજા કલ્યાણને વરેલી રાજ્ય સરકાર નાગરિકો સુખ શાંતિથી જીવન વ્યતિત કરી શકે તે માટે બનતા ક્રાંતિકારી પ્રયાસો હાથ ધરી રહી છે. આવાસ હોય કે વૃધ્ધ પેન્શને કે ગંગાસ્વરૂપા યોજના વિવિધ પ્રકલ્પો થકી વડીલોને સાથે રાખી વર્તમાન સરકાર વિકાસ યાત્રામાં આગળ ધપી રહી છે. 

Exit mobile version