Site icon Gramin Today

રેલ્વે સુરક્ષા દળ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના સન્માન સમારોહની ઉજવણીનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

રેલ્વે સુરક્ષા દળ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના સન્માન સમારોહની ઉજવણીનું આયોજન:

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દેશના 75 પસંદગીના સ્ટેશનો પર વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પશ્ચિમ રેલ્વે ના વડોદરા ડિવિઝન પર રેલ્વે  સુરક્ષા દળ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સ્વરૂપે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી દેવાંશ શુલ્કા એ માહિતી આપી હતી કે સ્વાતંત્ર્ય સેનાનીઓના વડોદરા સ્ટેશન પર એડિશનલ ડિવિઝનલ રેલ્વે  મેનેજર શ્રી શિવચરણ બૈરવાની અધ્યક્ષતામાં અને સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો શ્રી રામઅવતાર અગ્રવાલ, શ્રીમતી રાધાબેન શાહ, અને ચંદુભાઈ પટેલ તથા રિટર્ન આરપીએફ-આરપીએફ શ્રી રાધેશ્યામ અને એસ. પી સિંહનું પુષ્પાહાર, શાલ અને શ્રીફળ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

નડિયાદની જીવન વિકાસ એજ્યુકેશન એકેડેમી તથા આણંદના વલ્લભ વિદ્યાનગર જઈને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રપૌત્ર અને સ્વ.શ્રી જેવરભાઈ પટેલના પરિવારજનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉષાબેન, કુંદન બેન દેસાઈ, સમીર પટેલ, ભૂપેન્દ્ર, બિનતા બેન પ્રિંકેશભાઈ દેસાઈ અને સવિતાબેન વાઘજીભાઈ પટેલનું સન્માન કરાયું હતું. 

Exit mobile version