Site icon Gramin Today

રાષ્ટ્રીય મેગા લોકઅદાલતમાં લેણી રકમના સિવીલ દાવાના પેન્ડીંગ કેસો માટે ખાસ કન્સીલીએશન બેન્ચની રચના કરાઈ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

અગામી તા.૧૩મી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર રાષ્ટ્રીય મેગા લોકઅદાલતમાં લેણી રકમના સિવીલ દાવાના પેન્ડીંગ કેસો માટે ખાસ કન્સીલીએશન બેન્ચની રચના કરાઈ:

DGVCLના લેણી રકમના દાવાઓમાં નિયમ અનુસાર વ્યાજમાફી મેળવી બાકી રહેતી રકમ એકીસાથે અથવા હપ્તાથી ભરી કેસનો સમાધાનથી નિકાલ કરવાની તક

લોકઅદાલત કન્સીલિએશનનો મહત્તમ લાભ લેવા જાહેર જનતાને વિશેષ અનુરોધ

સુરત: નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી- અમદાવાદના માર્ગદર્શન અને સૂચના મુજબ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસિસ ઓથોરીટી-સુરતના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી રાહુલ એ. ત્રિવેદીના વડપણ હેઠળ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તા.૧૩-૦૯-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મેગા લોકઅદાલત યોજાશે. જેમાં લેણી રકમના સિવીલ દાવાના પેન્ડીંગ કેસો માટે ખાસ કન્સીલીએશન બેન્ચની રચના કરવામાં આવી છે. ઉપરાંત, વિવિધ કોર્ટમાં દ.ગુજ. વિજ કંપની લિ.(DGVCL) ના પેન્ડીંગ દાવાઓમાં પક્ષકારોને મોટી સંખ્યામાં કન્સીલિએશનની આગામી તા.૨૮,૨૯ અને ૩૦ ઓગષ્ટના રોજની નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે, જેમાં પક્ષકારો તેમની વિરૂદ્ધના વિજ બિલના લેણી રકમના દાવાઓમાં નિયમ અનુસાર વ્યાજમાફી મેળવી બાકી રહેતી રકમ એકીસાથે અથવા હપ્તાથી ભરી પોતાના કેસનો સમાધાનથી નિકાલ કરી શકે છે. જેથી આ લોકઅદાલત કન્સીલિએશનનો મહત્તમ લાભ લેવા જાહેર જનતાને વિશેષ અનુરોધ છે એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના સચિવ શ્રી ડી.આર.જોષીની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version