શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેવડિયા ખાતે એસ.આર.પી. 18 ગ્રુપ દ્વારા રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો, એસ.આર.પી. ગ્રુપના સેનાપતિ કે.એ.નિનામાએ લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરાવી.
રાજપીપળા: કેવડિયા ખાતે આગામી 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે, ત્યારે એના ભાગરૂપે કેવડીયા કોલોની એસ.આર.પી. ગૃપ 18 દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશ લઇને રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એસ.આર.પી. ગ્રુપના સેનાપતિ કે.એ.નીનામાએ લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરાવી હતી, આ દોડમાં DYSP ચિરાગ પટેલ, એલ.પી.ઝાલાની સાથે સાથે મોટી સંખ્યામાં SRP જવાનોએ ભાગ લીધો હતો,આ દોડમાં સંજય વસાવા પહેલો નંબર, જ્યારે અજય રાઠવા બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. દોડનો મુખ્ય હેતુ એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવાનો હતો.