Site icon Gramin Today

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે CRPF દ્વારા સાઇકલ રેલીનું આગમન થતાં ભવ્ય સ્વાગત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે CRPF દ્વારા સાઇકલ રેલીનું આગમન થતાં નગરજનો, પોલીસ કર્મીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું;

તારીખ 25 ઓકટોબર સોમવારના રોજ બપોરે 3:30 કલાકની આસપાસ આગમન થયું હતું.

રેલીની શરૂઆત મહારાષ્ટ્રના ગઢચિરોલી થી 12 ઓકટોબરના રોજ શરૂ થઈ હતી,અમરાવતી, નાગપુર , અકોલા,જલગાંવ, ધૂળે, નંદુરબાર, પાર કરી ગુજરાતમાં ડેડીયાપાડા ખાતે આવી પહોંચી હતી, CRPF ના આસિસ્ટન્ટ કમાન્ડર ચેતન ચિલોટકરે સાઇકલ ટીમના કેપ્ટને ડેડીયાપાડાના સમગ્ર નગરજનોનો તેમના સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો,

 અને જણાવ્યું હતું કે નાગરિકો ના સ્વાગતથી અમને એક ઉર્જા મળી છે, રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં એકતાની ભાવના બની રહે તમામ નાગરિકો એક સમાન છે,

  આપણે બધા ભારતીય છે, ભલે ધર્મ,જાતિ, ભાષા, સંસ્કૃતિ, ભલે અલગ અલગ હોય પરંતુ આપણે બધા ભારતીયો એક જ છીએ,

 એકતા નો સંદેશ લઈ CRPF જવાનો એ સાઇકલ રેલી કરીને લોકોમાં જાગૃતિ આવે તે માટેનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો,  જેમાં ખાસ કરીને આજના સમયમાં ફેલાતા પ્રદુષણના કારણે લોકોના બગડતા સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લઈ દરેકે મોટરસાઇકલ છોડી સાઇકલ નો ઉપયોગ કરી સહકાર આપવા જવાનો એ જણાવ્યું હતું, તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુ થી તેમણે સાઇકલ રેલી કરી હોવાનું જણાવ્યું હતું.

Exit mobile version