Site icon Gramin Today

રાષ્ટ્રપિતા પૂ.બાપુના જન્મદિને ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક ખાતે ‘ગાંધી જયંતી’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ રામુ માહલા બ્યુરો ચીફ ડાંગ 

આહવા ખાતે યોજાઈ પૂ.બાપુની ૧૫૪મી જન્મ જયંતિ :

આહવા: રાષ્ટ્રપિતા પૂ.બાપુના જન્મદિને ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ‘ગાંધી જયંતી’ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે સવારે ૯ વાગ્યે, આહવાના ફુવારા સર્કલથી ગાંધી ઉદ્યાન સુધી પ્રભાત ફેરીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીના માધ્યમથી ગાંધીજીનો સંદેશ ગુંજતો કર્યો હતો. રેલી બાદ ગાંધી ઉદ્યાન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ ભારત દેશને અહિંસાના જોરે આઝાદી અપાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા હતા. સત્યને હંમેશા વળગી રહ્યા, તેઓ દેશ વિદેશમા ચાલતા જાતિગત ભેદભાવ સામે લડ્યા, અને ભારતને આઝાદી અપાવી હતી.

આ સાથે જિલ્લામા નસાબંધી અને વ્યસન મુક્તી સપ્તાહની પણ ઉજવી કરવામા આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લો વ્યસન મુક્ત બને તે માટે પ્રયાસ કરવા માટે શ્રી વિજય પટેલે લોકોને અનુરોધ કર્યા હતો.

ડાંગ જિલ્લા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ કે, પૂ.બાપુ હંમેશા સ્વછતાના આગ્રહી હતા. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી “સ્વચ્છતા હી સેવા” માસની ઉજવણી અંતર્ગત તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ડાંગ જિલ્લાના પણ તમામ લોકો જોડાયા હતા. જે બદલ જિલ્લા પ્રમુખશ્રીએ વહિવટી તંત્ર અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ વેળાએ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી ભરતભાઈ ભોયે, માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રીમતી સારુબેન વળવી, શ્રીમતી હેતલબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોયે, રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામીત, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી કે.વી.ખાંટ, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version