Site icon Gramin Today

રાખડીનો બિઝનેસ 6000 કરોડ સુધી પહોંચ્યાનો અંદાજ: 25 ટકા મોંઘી થઈ રાખડી:

શ્રોત; ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

રાખડીનો બિઝનેસ 6000 કરોડ સુધી પહોંચ્યા નો અંદાજ, ચાલુ વર્ષે  25 ટકા મોંઘી થઈ રાખડી:

આ વર્ષે આપણે ભાઈ બહેનના પવિત્ર બંધન ના એવા  રક્ષાબંધનનો તહેવાર મનાવી ગયા. જો કે, દેશના મુખ્ય બજારોમાં દેશ ની બનેલી રાખડીઓની માંગ બજારમાં વધી  છે. કોરોના કાળ ના બે વર્ષ બાદ આ વખતે લોકોમાં રક્ષાબંધનને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી ઠપ થઈ ગયેલો રાખીનો ધંધો હવે આ રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે. કોરોના પહેલાની સરખામણીએ આ વર્ષે બિઝનેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ વર્ષે કાચા માલની કિંમતના કારણે રાખડીઓ બજારોમાં મોંઘી છે, પરંતુ વેચાણ ગત વર્ષ કરતા વધુ છે. રાખડીના કારોબાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે રાખીનું 3,500 થી 4,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. આ વર્ષે આંકડો વધીને રૂ. 5,000 થી રૂ. 6,000 કરોડ થવાની ધારણા વ્યક્ત કરી  છે. રાખી નિર્માતાઓનું કહેવું છે કે એકંદર ખર્ચમાં લગભગ 30 ટકાનો તોતિંગ  વધારો થયો છે, પરંતુ કિંમતમાં માત્ર 20 થી 25 ટકાનો વધારો થયો છે. આનાથી અમારા  નફામાં ઘટાડો થયો છે.

આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે. એવિલ આઈ એટલે કે નજરબટ્ટુ રાખડીની ખૂબ માંગ છે. આ રાખડીઓ 10 થી 50 રૂપિયામાં મળે છે. વેપારીઓનું કહેવું છે કે રાખડીઓ મોંઘી થવાને કારણે ગત વર્ષની સરખામણીમાં 20 થી 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષે રાખડી બનાવનારાઓ પર પણ વધતા ખર્ચનો બોજ આવી ગયો છે. મોતી, દોરા, માળાથી લઈને પેકેજિંગ મટિરિયલ સુધીના ભાવમાં વધારો થયો છે.

Exit mobile version