Site icon Gramin Today

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી હતી.

તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની તંત્રની સજ્જતાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોને જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ સહિતની બાબતોમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

Exit mobile version