Site icon Gramin Today

મીડિયા કર્મીની સતર્કતા દ્વારા ગુજરાત પ્રવેશતા રાહદારીનો ટેસ્ટ કોરોનાં પોઝિટિવ આવતા તંત્ર ઍલર્ટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા  કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકાના બિલમોડા ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગની બેદરકારી ફરી સામે આવવા પામી હતી. મિડીયા કર્મીની ચેકપોસ્ટની સતત મુલાકાત બાદ આરોગ્ય તંત્ર આવ્યું હરકતમા: 

મીડિયા કર્મીની સતર્કતા દ્વારા મહારાષ્ટ્ર થી ગુજરાત પ્રવેશતા રાહદારીનો ટેસ્ટ કોરોનાં પોઝિટિવ આવતા તંત્ર ઊંઘતું ઝડપાયું.

વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટ બિલમોડા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનો થર્મલ ટેમ્પરેચર, માસ્ક, હેન્ડ સેનેટારાઇઝર, રેપિટ ટેસ્ટ, RTPCR (આર.ટી.પી.સી.આર.) રિપોર્ટ વિનાના પ્રવેશતા લોકોને અવર જવર પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. પ્રતિબંધ ફકત કાગળો પર એમ કહેવું વ્યાજબી છે,  મહારાષ્ટ્ર બોર્ડર માંથી ગુજરાત રાજયમાં પ્રવેશ કરતાં લોકોને આરોગ્ય તંત્ર ની ઢીલાશ ના કારણે અવરજવર કરવાનો છૂટ્ટો દોર મળી જવા પામ્યો છે. મહારાષ્ટ્ર રાજયમાં વધતા કોરોના ના પોઝીટીવ કેસો બાબતે જવાબદાર તંત્ર ધ્યાન આપે તે બહુ જ જરૂરી  છે.

આ બાબતને વાંસદા તાલુકાના આરોગ્ય તંત્ર ગંભીરતાથી નથી લઈ રહયું. મિડીયા કર્મીની હાજરીમાં મહારાષ્ટ્ર વાહનમાં MH 15 HC 6731 નંબર ની મારુતિ વેગેનરને અટકાવતાં ગાડી માં સવાર બે વ્યક્તિની પુછ પરછ કરતાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ ન હતો. મિડીયા કર્મી ના કહેવા બાદ રેપિટ ટેસ્ટ કરવાની ફરજ પાડી રેપિડ ટેસ્ટ કરાયો જેમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 

આવી જ રીતે મહારાષ્ટ્ર થી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે બસની સુવિધા નથી. તે કારણે રીક્ષા અને ખાનગી વાહનોમાં ગીચોગીચ બેસીને મુસાફરી કરતાં હોય છે. જેનાં કારણે સંક્રમણ વધી શકે છે. 

 બિલમોડા ચેક પોસ્ટ પર આરોગ્ય ખાતાંનુ વાહન અને સ્ટાફ કર્મચારીનો અભાવ જોવા મળ્યો હતો. બે જ કર્મચારી કામગીરી કરી રહ્યા છે. એ કર્મચારીઓ પણ પોતાની સુરક્ષાના પગલાં રુપે રેપિડ ટેસ્ટ દરમિયાન નથી હેન્ડ ગ્લોઝ પહેર્યાં. યુનિફોર્મ વગરના નજરે પડયા. વાંસદા તાલુકા ના આરોગ્યની બેદરકારી ના કારણે કોરોના ના કેસ વધે તો નવાઈ નથી.

 

Exit mobile version