Site icon Gramin Today

પાછલાં બે દિવસ થી સતત ગુજરાતના અન્ય વિસ્તાર સહીત અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર આગમન :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ :

છેલ્લા બે દિવસથી સવારે તડકા બાદ બફારો શરુ થતા બપોર પછી અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર  આગમન થઇ જાય છે.. હવામાન ખાતાની આગાહી ને લઇ હજુ ત્રણ દિવસ વારસાદ વરશે તેવી સંભાવના..! 

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી બપોરના બફારા બાદ વરસાદનું આગમન થઇ જાય છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડે છે અને થોડાક જ કલાકમાં રોડ રસ્તાઓ પણ પાણી ફરી જાય છે. આજે પણ સવારે તડકો નીકળ્યા બાદ બપોરે ગરમીનો અહેશાસ  થયો હતો જો કે બપોરના 2 વાગ્યાના સુમારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને પગલે અમદાવાદમાં  ઠેર ઠેર પાણી ભરાયા હતા. અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે,  આ લખાય રહ્યું છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અંધારાને કારણે વિઝિબ્લિટી ઓછી થઇ ગઈ છે. અમદાવાદમાં હાલ બપોરના સમયે કાળા  આકાશના વાદળો ના લીધે ઠેરઠેર  અંધારું થઇ ગયું છે અને વાતાવરણમાં  પલટો આવી જવા પામ્યો છે. અંધારાને કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખવી પડી રહી છે. ઠેર ઠેર વરસાદના કારણે અત્યારે મોટા ભાગના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે સતત શહેરને બાનમાં લીધું છે. અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, એસ.જી હાઇવે, સેટેલાઇટ વિસ્તાર, જીવરાજ પાર્ક સહીતના વિસ્તારમાં પાણી ભરવાનું શરુ થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ગોઠણસમા ભરાય ગયા છે. 

Exit mobile version