Site icon Gramin Today

બ્રધરન હાઇસ્કુલ ડોલારા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ યોજાયો વેક્સિન કાર્યક્રમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં કુલ-૧૦૧૫૧ કિશોરોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો; 

બ્રધરન હાઇસ્કુલ ડોલારા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની આગેવાની હેઠળ યોજાયો વેક્સિન કાર્યક્રમ:
વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત લઇ પ્રોત્સાહિત કર્યા,  કુલ  ૩૫૦ વિદ્યાર્થીઓ એ રસી લીધી:

વ્યારા-તાપી: રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનો કોવિડ-૧૯ પ્રતિરોધક રસીનો મહાઅભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે તાપી જિલ્લામાં આ તમામ પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના સીધા માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલન નેતૃત્વ હેઠળ જિલ્લાના કુલ-૧૫૨ સ્થળોએ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પ્રથમ દિનેથી જ બાળકો અને વાલીઓ સ્વયં જાગૃત બની રસી લઇ અન્યને પ્રેરણા આપી રહ્યા છે.


ડી.ડી.ઓશ્રીએ આજે વ્યારા તાલુકાના ડોલારા ગામ સ્થિત બ્રધરન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ રસીરકરણના કેમ્પની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક વેક્સિન મુકાવી હતી. ઉપરાંત બુથ ખાતે ફરજ બજાવતા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓની કામગીરીને બીરદાવી પ્રેરિત કરી કોઇ બાળક રસીકરણથી બાકાત ન રહે તેની ખાસ કાળજી લેવા સુચનો કર્યા હતા.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ રસીકરણના આંક તરફ નજર કરીએ તો સાંજે ૪ વાગ્યા સુધી, વ્યારા તાલુકામાં કુલ-૨૫૩૬, વાલોડ- ૨૫૧૫, ડોલવણ-૬૧૯, ઉચ્છલ-૧૪૩૬, સોનગઢ-૨૦૦૩, નિઝર-૭૨૩, કુકરમુંડા-૩૧૯ મળી કુલ-૧૦૧૫૧ કિશોરોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

તાપી જિલ્લામાં કોરોનાની લડતમાં યુવાન ધન સુરક્ષિત રહી શકે તે માટે શિક્ષણ અને આરોગ્ય વિભાગ સાથે મળી ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરી રહ્યા છે. 

Exit mobile version