Site icon Gramin Today

ફુદીનાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક: કોરોના કહેર વચ્ચે કામનું ઘરેલુ ઉપચાર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

ફુદીનાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફુદીનાના પાન આપણા શરીરનાં સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. ફુદીનાનો રસ શરીરમાંથી ઝેર બહાર કાઢવાનું કામ પણ કરે છે. આ સાથે ફુદીનો ચયાપચય વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક સંકર જાતો પણ ઉપલબ્ધ છે.

અંગ્રેજી- મિન્ટ (જાપાનીઝ મિન્ટ)

વૈજ્ઞાનિક નામઃ મેન્થા આર્વેન્સિસ

ઉપયોગી ભાગઃ પાંદડાં

 

ફુદીનો દવા કરતાંય વધુ ફાયદાકારક શરદી-કફ, તાવ, શ્વાસની તકલીફ તેમજ ગરમીની લૂથી દૂર રહેવા માટે આજે જ અપનાવો 100% અસરકારક ઘરેલુ ઉપચાર….

ફુદીનામાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. ફુદીનો સ્વાદુ, રુચીકર, હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરા અને કૃમીનો નાશ કરનાર છે,

ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દ્રષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. આવો જાણીએ ફુદીનો કઇ-કઇ રીતે આપણા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.?

ઉલટી થાય ત્યારે ૨ ચમચી ફુદીનો દર ૨ કલાકમાં તે દર્દીને પીવડાવો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે, જો પેટને લગતી અને અન્ય બીમારીઓ છે તો ફુદીનાના પાંદડા ને તાજા લીંબુના રસ અને તેના જેટલા જ પ્રમાણ માં મધ લઈને તેની સાથે ભેળવીને લેવાથી પેટની લગભગ બધી બીમારીઓમાં જલ્દી રાહત મળે છે.

ત્વચા તૈલીય હોય તો ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહે છે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો.

ફેફ્સામાં જામેલ કફને શરીરમાંથી બહાર કાઢવા માટે ફુદીનો બહુ જ કામ આવે છે. ફુદીનાને સુકવીને તેનું બારીક ચૂરણ બનાવી લો. અને તેને દિવસમાં 2 વાર પાણી સાથે લો.ફુદીનાનો રસ પીવાથી હિચકીને ઓછી કરી શકાય છે. જો હિચકી બંધ ન થાય તો લીંબૂનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.

 ફુદીનાના પાનને વાટીને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ફેસ એકદમ સાફ થઈ જાય છે.

માસિક ધર્મ માં કોઈ તકલીફ તો તેના માટે પણ છે ફુદીનો છે ઘણો જ ઉપયોગી સાબિત થાય છે,

જો માસિક ધર્મ સમયે ન આવતું હોય તો તમે ફુદીનાના રસનું સેવન કરી શકો છો.તમને જણાવીએ કે આજે તે ફુદીના ના સુકા પાનનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે. મિત્રો આ મહિલાઓ ને ખુબ રાહત આપે છે.

ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફુદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ. ખુબ લું લાગે છે તો આ ખુબ રામબાણ ઈલાજ છે, આમ કરવાથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પાન ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે. આનાથી લું ની સમસ્યા માં ખુબ ફાયદાકારક છે.

ગળાના રોગોમાં ફુદીનાના રસને મીઠાંના પાણીની સાથે ભેળવીને કોગળા કરવાથી તમારો અવાજ પણ સાફ થાય છે અને જો ગાળામાં ભારેપણું અથવા ગળું બેસી જવાની ફરિયાદ હોય તો તે પણ આનાથી દુર થઇ જાય છે. ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા લોકો માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે, ફુદીનાના રસને મુલતાની માટીની સાથે ભેળવીને ચહેરા પર લેપ કરવાથી ઓઈલી ત્વચા સરખી થઇ જાય છે અને ચહેરા પરથી કરચલીઓ ઓછી થઇ જાય છે તેના સિવાય તેને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે.

જો કોઈ પણ પ્રકાર ની  ધાધર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે.

કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાકના અંતરાલ પર રોગીઓને પીવડાવો.

ફુદીનાનો તાજો રસ ક્ષય રોગ, અસ્થમા અને વિવિધ પ્રકારના શ્વાસના રોગોમાં બહુ લાભદાયક છે. પાણીમાં લીંબુનો રસ, ફુદીનો અને સંચળ નાંખી પીવાથી મેલેરિયાના તાવમાં રાહત મળે છે. ફુદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફુદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.

Exit mobile version