Site icon Gramin Today

પીપલખેડ ગામે મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ  વાંસદા: કમલેશ ગાંવિત

પીપલખેડ ગામે મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો:

નવસારી જિલ્લા વાંસદા તાલુકાના પીપલખેડ ગામે ગ્રામ પંચાયત આયોજિત મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશયાત્રા કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો.આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત શાળાના શિક્ષક શ્રીમતી નીરુબેન દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા પંચાયત ના માજી ઉપપ્રમુખશ્રી દશરથભાઈ ભોયાએ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગવી પ્રતિભા ના કારણે ભારત દેશ પ્રગતિની હરણફાળ ભરી રહી છે ત્યારે દેશ સર્વોપરીની ભાવના ઉજાગર થાય તે માટે તેમજ દેશના ગામડાઓમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ, વીર જવાનોની શહાદતની ભાવિ પેઢી ને જાણકારી મળે માટે આવા કાર્યક્રમ યોજવામાં આવે છે તેવું સૂચન કર્યુ હતું.આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશ ભક્તિ ના સૂત્રો સાથે રેલી યોજી ઘર ઘર કળશમાં માટી ભેગી કરવામાં આવી, આ કાર્યક્રમમાં ગામના આગેવાન શ્રી મહેશભાઈ ભોયા, તલાટી ક્રમમંત્રી અંકિતાબેન, વાડીચોઢાના સરપંચશ્રી વિજયભાઈ, આરોગ્યના કર્મચારી, આંગણવાડી બહેનો, શાળાનો સ્ટાફ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયંતીભાઈ એ કર્યું હતું.

Exit mobile version