શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
અખાત્રીજ નાં દિવસે નર્મદા ડેમ માંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવતા ગુજરાતના ખેડૂત પુત્રો માટે રાહતના સમાચાર:
આજે અખાત્રીજના દિવસે ગુજરાત ના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજે ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ડેમ માંથી કેનાલ મારફતે પાણી છોડવામા આવી રહ્યુ છે. ખેતી માટે આજથી 30 જૂનસુધી તબક્કા વાર કેનલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે,
નર્મદા ડેમની જળસપાટી આજે 123.95 મીટરે નોંધાઇ હતી . પ્રથમ દિવસે 15 હજાર કક્યુસેક પાણી છોડવામાં આવશે.
હાલ ડેમ માં 2 હજાર MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઉંનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી ૩૦મી જૂન સુધી નર્મદાનું પાણી સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધોછે.
આ માટે નર્મદાની કેનાલ,ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામના નેટવર્ક, ખારીકટ કેનાલ અને સૌની યોજનાના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. રાજયના જે વિસ્તારોમાં પાણીની જરૂર હશે તે વિસ્તારમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને ખાસ્સો લાભ થશે.
જોકે આગામી પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુંબેસી જવાની સંભાવનાહોવાથી આ વરસે પાણીની બહુ મોટી તકલીફ પડવાની સંભાવના ઓછી જણાય છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતોઅને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી, ખારીકટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે.