Site icon Gramin Today

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની બદલી પર વિવાદ

દિલ્હીમાં થયેલી હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપનાર (ભાજપનાં ત્રણ નેતાઓ) સામે એફઆઈઆર કરવાનું કહેનાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

આ બદલી પર કૉંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી અને  કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, એ બહાદુર ” જજ લોયાને યાદ કરું છું જેમની બદલી નહોતી કરાઈ”. કોંગ્રેસે આ મુદદે સરકારને કટાક્ષ માર્યા હતા, અને આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી,

સુનાવણી બાદ હાઈકોર્ટે ભડકાવનારા ભાષણો મામલે કપિલ મિશ્રા સહિત અન્ય નેતાઓ સામે ઍક્શન ન લેવા બદલ દિલ્હી પોલીસ પર ફિટકાર વરસાવ્યો. અને દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરને કહ્યું કે તેઓ જઈને એમના કમિશનરને કહી દે કે અદાલત ખૂબ નારાજ છે.

*   આ મામલે    સરકારે બચાવમાં ખુલાસો આપતા કહ્યુંકે  એસ. મુરલીધરને સુપ્રીમ કોર્ટના કોલીલિજયમે 12 ફેબ્રુઆરીના રોજ તેમની  બદલીની ભલામણ કરી હતી. જે નોટિફિકેશન એસ. મુરલીધરન માટે જારી કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું ચે કે, સીજેઆઈ એસ. એ. બોબડેની સલાહ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

અદાલતે કહ્યું કે, પોલીસ આ મુદ્દે શું પ્રગતિ થઈ તે અંગે ગુરૂવાર સુધી અદાલતને જાણ કરે.

અદાલતે કહ્યું કે, આ રીતે જ શાંતિ બહાલ થઈ શકે. અને આ

સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ 222 પ્રમાણે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જસ્ટિસ મુરલીધરની દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશમાંથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ તરીકે બદલી કરે છે. જસ્ટિસ મુરલીધર હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજની ફરજ બજાવશે.

બે જજની આ પીઠના અધ્યક્ષ જસ્ટિસ મુરલીધર હતા.

 

દિલ્હી હાઈકોર્ટની વેબસાઇટ મુજબ જસ્ટિસ એસ. મુરલીધરે સપ્ટેમ્બર 1984માં ચેન્નાઈથી વકીલાત શરૂ કરી.

વર્ષ 1987માં એમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી.

એસ. મુરલીધર બે વાર સુપ્રીમ કોર્ટની લીગલ સર્વિસ કમિટિના સક્રિય સભ્ય રહ્યા.

એસ. મુરલીધર ફી લીધા વગર લોકોનાં કેસ લડવા માટે પણ ચર્ચામાં રહ્યા. આવા કેસોમાં ભોપાલ ગેસકાંડના પીડિતોના કેસ અને નર્મદા બંધથી પીડિતોના કેસો પણ સામેલ છે.

અનેક જનહિત અરજીઓમાં સુપ્રીમ કોર્ટે એમને ન્યાય મિત્ર બનાવ્યા.

એસ. મુરલીધર રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ અને ભારતના ચૂંટણી પંચના સલાહકાર પણ રહી ચૂક્યા છે.

 

 

 

Exit mobile version