Site icon Gramin Today

MLA મહેશભાઇ વસાવાએ વાવાઝોડાને કારણે મકાનો, ખેતી અને બાગાયતી પાકોમાં થયેલ નુકશાનના વળતર બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા  સર્જનકુમાર

ડેડીયાપાડાના MLA મહેશભાઇ વસાવા એ ‘તોકતે’ વાવાઝોડાને કારણે મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલ પારાવાર નુકશાનની સહાય ચુકવવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર:

કોરોના મહામારી વચ્ચે  તોક્તે વાવાઝોડાએ સમગ્ર રાજ્ય માં કહેર વર્તાવ્યો છે, ત્યારે નર્મદા જીલ્લો પણ ચપેટ માં આવ્યો  હતો સાથે  ડેડીયાપાડા તાલુકામાં પણ આની અસર જોવા મળી છે, હાલ  ખેડૂતોની સ્થિતિ પડતા ઉપર પાટુ જેવી સર્જાઈ છે, ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાકને કુદરતી વાવાઝોડા એ પાકને જમીન દોસ્ત કરી મોટા પાયે ખેડૂતોના પાકને નુકશાન થતાં રડવાનો વારો આવ્યો છે, બીજી બાજુ ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતાં નથી, લાખો રૂપિયા ના ખર્ચા કરી મગ, શેરડી, મકાઈ, મગફળી અને શાકભાજી જેવા ખેતીપાકો તથા આંબા, કેળ, તરબુચ, નાળીયેરી, પપૈયા જેવા બાગાયતી પાકો, સંગ્રહ કરેલ અનાજ, ઘાસચારાને આ વાવાઝોડા ને કારણે  ભારે નુકશાન થયેલ છે. કેન્દ્ર સરકારે ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી હોવા છતા પણ આજ દિન સુધી ખેતીવાડી વિભાગના અધિકારીઓ કે બાગાયત વિભાગના અધિકારીઓ ખેડૂતો સુધી પહોચ્યા નથી, જે ઘણી ગંભીર બાબત કહેવાય,  જેથી કાચા-પાકા મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોને થયેલ વ્યાપક નુકશાનીનું સર્વે તાલુકા પંચાયતના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બાગાયતી વિભાગના અધિકારીઓ મારફતે કરાવી સત્વરે સહાય ચુકવવામાં આવે એવી રજૂઆત કરતો પત્ર ગુજરાત રાજ્યનાં  મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણી ને સંબોધીને ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ મોકલી આપ્યો  છે.

Exit mobile version