Site icon Gramin Today

KVK ના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂત ઉપયોગી ઇ-માર્કેટ પોર્ટલની તાલીમ મેળવી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

KVK ના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂત ઉપયોગી ઇ-માર્કેટ પોર્ટલની તાલીમ મેળવી:

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા ઇ-માર્કેટ પોર્ટલ ના ઉપયોગ વિશે દક્ષિણ ગુજરાત ના KVK ના વૈજ્ઞાનિકો માટે તાલીમ નું આયોજન વિસ્તરણ ગવ શિક્ષણ નિયામક ડૉ.સી.કે.ટીમબડીયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડેડીયાપાડાનાં વૈજ્ઞાનિકો એ પણ ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ ખેડૂતોનું ખેત પેદાશના વેચાણ માટે આવતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી ઓનલાઈન પ્રચાર કરી એનું વેચાણ કરી શકે અને પૂરેપૂરો લાભ લઇ શકે. આ પોર્ટલ વિશે વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા નો સંપર્ક કરી શકો છો અથવા e-market place nau.in પરથી માહિતી મેળવી શકશો.

ઈ-માર્કેટ પોર્ટલ થી આગામી સમયમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના 5 જીલ્લાઓના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્ક કરી ખેડૂતો જેઓ જૈવિક સેન્દ્રિય ખેતી અપનાવી આગળ રહ્યા છે.

આમ ગ્રાહકો અને ઉત્પાદક ખેડૂતોનો સીધો જ સંપર્ક આ પોર્ટલ કરશે. આ પોર્ટલમાં ખેડૂતોના સંપર્ક નંબર, ખેતી પાક ઉત્પાદન અને જથ્થો વગેરે અપલોડ થતા ખરીદવા ઈચ્છતા વર્ગને માહિતી મળી રહેશે, તેઓ સીધા જ ખેડૂતોનો સંપર્ક કરી તેમની મુલાકાત લઈ ખરીદી શકે અથવા મંગાવી શકે. આજે કોરોના મહામારીમાં ખેડૂતોને સારા ભાવો મેળવવા અને

ગ્રાહકો સુધી પહોંચવાનો આ નવતર પ્રયોગ ખુબજ લાભદાઈ રહેશે અને ખેડૂતો તથા ગ્રાહકોને ફાયદો થશે, ઈ–માર્કેટ પોર્ટલમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જૈવિક ખેતી કરતા સંપર્ક કરતા ખેડૂતોને ઓન લાઈન પ્રવેશ આપી તેના ઉત્પાદનોની માહિતી, સંપર્ક નંબર અને સરનામુ વગેરે જોઈ શકશો.

 

Exit mobile version